For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાન ગુંડો, 5000માં જીન્સ વેચે છે, બીઈંગ હ્યુમન મની લૉન્ડ્રીંગ છેઃ અભિનવ કશ્યપના મોટા ખુલાસા!

અભિનવ કશ્યપે સલમાન ખાનના ચેરિટી બીઈંગ હ્યુમન પર જોરદાર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દબંગના નિર્દેશક અભિનવ કશ્યપે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સલમાન ખાન અને તેમના સમગ્ર પરિવારે ઘેરી લીધુ છે. પહેલા જ્યાં તેમણે પોતાની સાથે થયેલ ભેદભાવને એક લાંબી પોસ્ટ દ્વારા સામે લાવવાની કવાયત કરી હતી ત્યાં હવે અભિનવ કશ્યપે સલમાન ખાનના ચેરિટી બીઈંગ હ્યુમન પર જોરદાર નિશાન સાધ્યુ છે. ફેસબુક પર અભિનવ કશ્યપે બહુ મોટી પોસ્ટ લખીને જણાવ્યુ છે કે કેવી રીતે સલમાન ખાનની ઈમેજને છૂપાવવા અને સુધારવા માંટે આ ચેરિટી કરવામાં આવી રહી છ. જેમાં તેમની આંખોની સામે આ પ્રકારનુ કામ કરવામાં આવે છે તેનો ખુલાસો તેમણે પોતાની આ પોસ્ટમાં કર્યો છે.

અભિનવ કશ્યપે લગાવ્યા ચોંકાવનારા આરોપ

અભિનવ કશ્યપે લગાવ્યા ચોંકાવનારા આરોપ

તમને જણાવી દઈએ કે છાપા સાથે વાતચીતમાં અરબાઝ ખાને અભિનવ કશ્યપના આ નિવેદન પર આકરો જવાબ આપ્યો છે. જો કે અભિનવ કશ્યપનો આ આરોપ ઘણો ચોંકાવનારો છે. ચાલો તમને જણાવીએ કે અભિનવ કશ્યપે શું કહ્યુ છે -

જનાબ સલીમ ખાનનો સૌથી મોટો આઈડિયા Being Human

જનાબ સલીમ ખાનનો સૌથી મોટો આઈડિયા Being Human

પોતાની પોસ્ટમાં અભિનવે કહ્યુ કે જનાબ સલીમ ખાનનો સૌથી મોટો આઈડિયા છે Being Human. Being Humanની ચેરિટી માત્ર એક દેખાડો છે. તેમણે આગળ દબંગના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો પણ શેર કર્યો છે.

મારી આંખો સામે 5 સાઈકલ વહેંચતા હતા

મારી આંખો સામે 5 સાઈકલ વહેંચતા હતા

અભિનવે આગળ લખ્યુ છે કે મારી આંખ સામે 5 સાઈકલ વહેંચતા હતા. આગલા દિવસે સમાચારમાં છપાતુ હતુ કે દાનવીર સલમાન ખાને 500 સાઈકલો ગરીબોમાં વહેંચી. આ બધી કોશિશ સલમાન ખાનની ગુંડા, મવાલીવાળી છબીને સુધારવાની હતી.

ચેરિટીના નામે મની લૉન્ડ્રીંગ ચાલી રહી છે

ચેરિટીના નામે મની લૉન્ડ્રીંગ ચાલી રહી છે

આ બધુ એના કારણે થતુ હતુ જેથી આમની સામે ચાલી રહેલ ક્રિમિનલ કોર્ટ કેસમાં મીડિયા જજ તેમના પર થોડી રહેમ કરે. બીઈંગ હ્યુમનમાં 500ની જીન્સ 5000 હજારમાં વેચાય છે અને ખબર નહિ કઈ રીતે ચેરિટીના નામે મની લૉન્ડ્રીંગ ચાલી રહી છે.

આની ઉંડી તપાસમાં સહયોગ આપીશ

આની ઉંડી તપાસમાં સહયોગ આપીશ

અભિનવ લખે છે કે સીધી સાદી જનતાની આંખોમાં ધૂળ નાખીને તેમની નોટો ખંખેરી રહ્યા છે. આ ધૂર્ત લોકો...આમની મનશા કોઈને કંઈ આપવાની નથી માત્ર લેવાની છે...સરકારે બીઈંગ હ્યુમનની ઉંડી તપાસ કરવી જોઈએ. હું સરકારને પૂરો સહયોગ આપીશ.

અરબાઝે આપ્યો આનો જવાબ

અરબાઝે આપ્યો આનો જવાબ

એક વેબસાઈટ સાથેની વાતચીતમાં અભિનવ કશ્યપે કહ્યુ છે કે અમે કાનૂની કાર્યવાહી કરી છે. ફિલ્મ એસોસિએશને પણ ફરિયાદ કરી છે. અમે કોઈ રીતે આમાં લડવાનો રસ નથી. અમે એ જ કરી રહ્યા છે જે અમને લાગે છે કે કરવાની સારી રીત છે.

અભિનવે કહ્યુ જાનથી મારવાની ધમકી આપી

અભિનવે કહ્યુ જાનથી મારવાની ધમકી આપી

આ પહેલા અભિનવે એક પોસ્ટ શેર કરીને લખ્યુ હતુ કે દબંગની સફળતા બાદ સલમાન ખાન અને તેમના પરિવારે તેમનુ કરિયર બરબાદ કરી દીધુ. તેમની જિંદગી નષ્ટ કરવાની કોશિશ કરી, તેમને જાનથી મારવાની ધમકી પણ આપી, ઘરની સ્ત્રીઓનો રેપ કરવાની ધમકી આપી.

સલીમ ખાને પણ કર્યો પલટવાર

સલીમ ખાને પણ કર્યો પલટવાર

આ આખા નિવેદન પર સલીમ ખાને કહ્યુ છે કે જી હા, અમે જ બધુ ખરાબ કર્યુ છે. તમે પહેલા જઈને તેમની ફિલ્મ જુઓ. પછી આપણે વાત કરીએ છીએ. તેમને કદાચ મારા પિતાનુ નામ નથી ખબર. તેમનુ નામ રાશિદ ખાન છે. તેમણે અમારા દાદા અને પરદાદાનુ નામ પણ લઈ લેવુ જોઈએ.

સુશાંત સિંહ સુસાઈડ કેસઃ ટ્રોલ થવા પર સલમાન ખાને તોડ્યુ મૌનસુશાંત સિંહ સુસાઈડ કેસઃ ટ્રોલ થવા પર સલમાન ખાને તોડ્યુ મૌન

English summary
Abhinab Kashyap the diretor of Dabang alleged salman khan's being human organisation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X