Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કૅટ વગર જન્મ દિવસ ઉજવતો બેશરમ, બૉક્સ ઑફિસે પણ એકલવીર

મુંબઈ, 30 સપ્ટેમ્બર : રણબીર કપૂરે 31મો જન્મ દિવસ ઉજવ્યો તો ખરો, પણ બેશરમની ટીમ સાથે. જન્મ દિવસની પાર્ટીમાં કૅટરીના કૈફની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી. બીજી બાજુ બેશરમ 2જી ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે અને બૉક્સ ઑફિસે આ અઠવાડિયે તેની સોલો રિલીઝ હશે.

બૉલીવુડમાં છેલ્લા કેટલાંક મહીનાથી રણબીર-કૅટના પ્રણયની ખૂબ જ ચર્ચાઓ હતી અને કૅટરીના કૈફના જન્મ દિવસની પાર્ટીમાં રણબીર કપૂર હોંશે હોંશે પહોંચ્યા હતાં, પરંતુ રણબીરના જન્મ દિવસની ઉજવણી કરાઈ બેશરમ ફિલ્મની ટીમ સાથે અને આ પ્રસંગે કૅટરીના કૈફ હાજર નહોતા રહ્યાં.

દરમિયાન આ પાર્ટીમાં હાજર બેશરમ ફિલ્મના દિગ્દર્શક અભિનવ કશ્યપે જણાવ્યું કે આ અઠવાડિયે તેમની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તે પણ શુક્રવારે નહીં, પણ બુધવારે. 2જી ઑક્ટોબર ગાંધી જયંતીએ રિલીઝ થતી બેશરમ એકલ ફિલ્મ હશે, તેથી તેની સફળતાની શક્યતા વધી ગઈ છે. ફિલ્મના ગીતો પહેલાથી જ હિટ થઈ ચુક્યાં છે.

આવો રણબીરના જન્મ દિવસની ઉજવણીની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અભિનવનો આશાવાદ

અભિનવનો આશાવાદ

દબંગ ફૅમ દિગ્દર્શક અભિનવ કશ્યપે જણાવ્યું - બેશરમ ફિલ્મ પાસે અમને ઘણી આશાઓ છે. અમે એક સારી ફિલ્મ બનાવી છે અને જોરદાર પ્રમોશન કર્યું છે.

60 કરોડનું બજેટ

60 કરોડનું બજેટ

હિમાંશુ મહેરા, સંજીવ ગુપ્તા તથા રિલાયંસ એંટરટેનમેંટ નિર્મિત બેશરમ ફિલ્મના નિર્માણ, પ્રચાર, માર્કેટિંગ તથા એડવર્ટાઇઝિંગ પાછળ સાઇઠ કરોડથી વધુનો ખર્ચ થયો છે.

ચાર હજાર થિયેટર્સમાં રિલીઝ

ચાર હજાર થિયેટર્સમાં રિલીઝ

બેશરમ ફિલ્મ ભારતમાં 3600 તથા વિદેશોમાં 700 થિયેટરોમાં રિલીઝ થશે.

માતા-પિતા સાથે

માતા-પિતા સાથે

રણબીર કપૂર આ ફિલ્મમાં પહેલી વાર પોતાના માતા-પિતા ઋષિ કપૂર તથા નીતૂ સિંહ સાથે નજરે પડશે. બેશરમ એક કૉમેડી ફિલ્મ છે.

રણબીરનો રેટ્રો લુક

રણબીરનો રેટ્રો લુક

ફિલ્મમાં રણબીર કપૂર રેટ્રો લુકમાં છે, તો ઋષિ અને નીતૂ પોલીસવાળા બન્યાં છે.

પલ્લવીની શરુઆત

પલ્લવીની શરુઆત

બેશરમ ફિલ્મ સાથે પલ્લવી શારદા પહેલી વાર રૂપેરી પડદે નજરે પડશે. પલ્લવી મૂળત્વે ઑસ્ટ્રેલિયાનાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X