Abhishek Bachchan Affairs : ઐશ્વર્યા સાથે લગ્ન પહેલા આ હસીનાઓને ડેટ કરી ચુક્યો છે અભિષેક બચ્ચન
Aishwarya Rai Divorce : છેલ્લા ઘણા સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ડિવોર્સના અહેવાલ આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચન નિમરત કૌરને ડેટ કરી રહ્યો છે.
જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય સાથે લગ્ન પહેલા પણ અભિષેક બચ્ચ્ચનું નામ ઘણી હસીનાઓ સાથે જોડાયુ છે. આ લિસ્ટમાં કરિશ્મા કપૂર સહિતના ઘણા નામ સામેલ છે.

અભિષેક બચ્ચનનું નામ દીપનિતા શર્મા સાથે જોડાયું હતું. અહેવાલો અનુસાર, બંનેએ 10 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જો કે પછી બન્ને અલગ થઈ ગયા.
અભિષેક અને રાની મુખર્જી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. અહેવાલો અનુસાર, બંટી અને બબલીના શૂટિંગ દરમિયાન બન્ને એકબીજાના ખૂબ જ નજીક આવી ગયા હતા અને ડેટ કરી રહ્યાં હતા.
અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરે તો સગાઈ પણ કરી લીધી હતી. જો કે, કેટલાક કારણોસર સગાઈ તુટી ગઈ. જયા બચ્ચને પણ મીડિયામાં કરિશ્મા અને અભિષેકના લગ્નની જાહેરાત કરી હતી. આ સગાઈ કેમ તુટી તે આજે પણ એક રહસ્ય છે.
જણાવી દઈએ કે, હવે અભિષેકનું નામ નિમરત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો કહે છે કે નિમરત કૌર એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે આવી ગઈ છે.
નિમરત કૌરે પણ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે અને પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું કે હું ગમે તે કરી લઉં, લોકોએ જે કહેવું હશે તે કહેશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય દિકરી સાથે બચ્ચન પરિવારથી અલગ રહી રહી છે. બન્ને ઘણા સમયથી સાથે નથી જોવા મળ્યા.












Click it and Unblock the Notifications
