‘અભિષેક-ઐશ્ચર્યા વચ્ચે ઝઘડો', ખોટા સમાચાર છાપવા પર જુનિયર બચ્ચન ગુસ્સામાં
બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ અંગે ગુસ્સો કાઢ્યો છે.
બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ અંગે ગુસ્સો કાઢ્યો છે. એક એન્ટરટેઈનમેન્ટ વેબ પોર્ટલે અભિષેક અને ઐશ્વર્યા અંગે સમાચાર છાપ્યા હતા કે યુરોપમાં રજાઓ દરમિયાન બંનેમાં લડાઈ થઈ ગઈ. આ કારણે જ્યારે બંને મુંબઈ એરપોર્ટ પર દેખાયા ત્યારે ઐશ્વર્યાએ તેને દીકરી આરાધ્યાનો હાથ પકડવા દીધો નહિ. અભિષેકે એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ પર ગુસ્સો કાઢતા કહ્યુ કે તે આવા ખોટા સમાચારો લખવાથી દૂર રહે.

અભિષેકે કહ્યુ, ‘ખોટા સમાચાર લખવાથી બચો'
અભિષેક બચ્ચન પોતાની અને પત્ની ઐશ્વર્યા અંગે ચાલી રહેલ એક ખોટા સમાચાર પર એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને ઘણુ ખરુ ખોટુ સંભળાવ્યુ છે. અભિષેક બચ્ચને એક વેબસાઈટને જવાબ આપતા લખ્યુ કે, ‘પૂરા સમ્માન સાથે, આવા ખોટા સમાચાર લખવાથી બચો. હું સતત પોસ્ટ કરવાની જરૂરિયાત સમજુ છુ, પરંતુ તમે જવાબદારી સાથે ખરાબ ઈરાદા વિના આવુ કરો છો તો ખરેખર હું તેની પ્રશંસા કરીશ. આભાર.'

અભિષેક ટ્વીટ બાદ હટાવવામાં આવ્યા સમાચાર
એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે અભિષેક અને ઐશ્વર્યા અંગે લખ્યુ હતુ કે બંનેનો યુરોપમા ઝઘડો થઈ ગયો છે. વેબસાઈટના જણાવ્યા મુજબ બંનેનો યુરોપમાં રજાઓ દરમિયાન ઝઘડો થઈ ગયો જેના કારણે ઐશ્વર્યાએ તેને આરાધ્યાનો હાથ પકડવા દીધો નહિ. યુરોપથી મુંબઈ પાછા ફરતી વખતે બચ્ચન પરિવારને કેમેરામાં કેદ કરવામાં આવ્યા. વીડિયોમાં ત્રણે સાથે ચાલતા જોવા મળી રહ્યા છે જેમાં આરાધ્યા ઐશ્વર્યાને ચીપકીને ચાલી રહી છે અને અભિષેક બંનેની બાજુમાં ચાલી રહ્યો છે.

8 વર્ષ બાદ પડદા પર સાથે દેખાશે આ જોડી
આ વીડિયોના આધારે પોર્ટલે સમાચાર ચલાવ્યા કે બંનેના ઝઘડાના કારણે આવુ બન્યુ. જો કે અભિષેકના જવાબ બાદ વેબસાઈટે આ સમાચાર હટાવી દીધા. કેરિયરની વાત કરીએ તો અભિષેક અને ઐશ્વર્યા બંને જલ્દી સાથે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ ગુલાબ જામુન' માં સાથે જોવા મળશે. બંને છેલ્લી વાર ‘રાવણ' ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા અને હવે 8 વર્ષ બાદ તે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત ઐશ્વર્યા ‘ફન્ને ખાં' અને અભિષેક ‘મનમર્જિયા' માં જોવા મળશે.












Click it and Unblock the Notifications
