વેજીટેરિયન ટ્રીટ છે લવ શવ તે ચિકન ખુરાના

મુંબઈ, 29 ઑક્ટોબર : અભિષેક બચ્ચન અને નીલ નિતિન મુકેશની આવનાર ફિલ્મ લવ શવ તે ચિકન ખુરાના નામને કારણે ભલે જ નૉન વેજીટેરિયન લાગતી હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ફિલ્મ વેજીટેરિયન લોકો માટે પણ છે. એમ કહેવું છે અભિનેા નીલનું.

લવ શવ તે ચિકન ખુરાના ફિલ્મ સાથે દિગ્દર્શનની દુનિયામાં પગ મુકી રહેલા સમીર શર્મા આ ફિલ્મ અંગે બહુ જ ઉત્સાહિત છે અને આશા સેવી રહ્યાં છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કરશે.

ફિલ્મમાં કુણાલ કપૂર તેમજ હુમા કુરૈશી મુખ્ય રોલમાં છે. એક્ટર અભિષેક બચ્ચન તેમજ નીલ નિતિન મુકેશ પણ આ ફિલ્મને લઈને બહુ જ ખુશ છે. નીલે ટ્વિટ કર્યું - હું નૉન વેજીટેરિયન છું, પરંતુ આ ડિશ સૌ વેજીટેરિયન લોકો માટે પણ ટ્રીટ છે. આપ સૌને લવ શવ તે ચિકન ખુરાના ખૂબ જ પસંદ પડશે. તેને મિસ ના કરતાં. સમીર શર્મા આ ફિલ્મ દ્વારા દિગ્દર્શનની દુનિયામાં પગલું મુકી રહ્યાં છે.

આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થશે. અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું - લવ શવ તે ચિકન ખુરાનાના સંગીત સાથે મને પ્રેમ થઈ ગયો છે... મારાથી હવે રાહ નથી જોવાતી. ઑલ ધ બેસ્ટ કુણાલ અને સમીર.

આ ફિલ્મ એક પંજાબી પરિવારની વાર્તા પર આધારિત છે. તેમાં ખુરાના સ્પેશલ ચિકન રેસેપી શોધે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X