For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#MeToo પર બની રહેલી ફિલ્મમાં જજ રૂપે જોવા મળશે આલોક નાથ, યૌનશોષણની કરશે સુનાવણી

વર્ષ 2018માં #MeToo મુવમેન્ટ હેઠળ યૌન શોષણ જેવા ગંભીર આરોપોનો સામનો કરનારા આલોક નાથ એક ફિલ્મમાં જજની ભૂમિકા નિભાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018માં #MeToo મુવમેન્ટ હેઠળ યૌન શોષણ જેવા ગંભીર આરોપોનો સામનો કરનારા આલોક નાથ એક ફિલ્મમાં જજની ભૂમિકા નિભાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાઈટર પ્રોડ્યુસર વિંટા નંદાએ આલોક નાથ પર રેપનો આરોપ લગાવ્યો હતો. તેમણે એ પણ કહ્યુ હતુ કે 20 વર્ષ પહેલા એક નહિ પરંતુ તેમનું બે બે વાર યૌન શોષણ થયુ હતુ. પરંતુ જે મી ટુ અભિયાનની ફિલ્મ બની રહી છે તે ફિલ્મમાં આલોક નાથ જજની ભૂમિકા નિભાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ પર કામ પણ શરૂ થઈ ગયુ છે.

Alok Nath

નંદાએ આલોકનાથ પર લગાવ્યો યૌન શોષણનો આરોપ લગાવતા કહ્યુ કે જ્યારે તે પોતાના ટીવી શો તારાનું શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે યૌન શોષણ કરવામાં આવ્યુ હતુ. નંદાના આરોપ બાદ આલોક નાથ સામે કેસ નોંધવામાં આવ્યો હતો તેમજ સિને એન્ડ ટીવી આર્ટીસ્ટ એસોસિએશન (CINTAA) આલોક પર કોઈ પણ શોમાં કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ આલોકનાથની પત્નીએ પતિનો બચાવ કરીને વિંટા સામે કેસ કર્યો. બીજી તરફ આ મામલે આલોકનાથને જામીન મળી ગયા.

મીડિયા રિપોર્ટ અનુસાર જે ફિલ્મમાં આલોકનાથ જજની ભૂમિકા આપવામાં આવી તેનુ નામ '#मैं भी' રાખવામાં આવ્યુ છે. આલોક નાથે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે હું અત્યારે કોઈ ફિલ્મ નથી કરી રહ્યો અને આ ફિલ્મનું શૂટીંગ થોડા સમય પહેલા જ પૂરુ થઈ ચૂક્યુ હતુ. તેમણે કહ્યુ કે શું આમાં કોઈ સમસ્યા છે? તમને એ વાતનું દુઃખ છે કે હું કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યો છુ. ત્યારબાદ આલોકનાથે કહ્યુ કે આ એક ગરીબ પ્રોડ્યુસર માટે નિભાવવામાં આવેલી નાની ભૂમિકા છે. આને રિલીઝ થવા દો પ્લીઝ. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ખાલિદ સિદ્દીકી, શાવર અલી અને ઈમરાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનાલી રાઉત ફીમેલ લીડ રોલમાં હશે. વળી, ફિલ્મમાં મુકેશ ખન્ના અને શાહબાઝ ખાન વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટીંગ ભોપલમાં થયુ છે.

આ પણ વાંચોઃ અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ઠુકરાવી ભારતની આ મોટી માંગઆ પણ વાંચોઃ અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ઠુકરાવી ભારતની આ મોટી માંગ

English summary
Accused of Rape, Actor Alok Nath to Play Judge in Film on #MeToo movement, saya in Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X