ઝાયરા વસીમ કેસમાં આરોપીએ ધરપકડ પછી શું કહ્યું જાણો
ફિલ્મ દંગલથી અદ્ધભૂત એક્ટિંગ કરીને બોલીવૂડમાં પોતાની એક આગવી જગ્યા બનાવનાર ઝાયરા વસીમ સાથે રવિવારે ફ્લાઇટમાં ટ્રાવેલીંગ સમયે છેડછાડ થઇ. તે પછી આ અંગે તેણે એક વીડિયો પોસ્ટ કર્યો અને પછીથી મુંબઇ પોલીસે આ અંગે કેસ નોંધી આરોપીની અટક કરી છે. મુંબઇ પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું નામ વિકાસ સચદેવા છે. અને તેની ઉંમર 39 વર્ષની છે. વિકાસ અંધેરી ઇસ્ટમાં રહે છે. અને છેડછાડ મામલે તેમણે પોતાની જાતને નિર્દોષ જણાવતા કહ્યું હતું કે તે દિલ્હીમાં કોઇની અંત્યેષ્ટિમાં હાજર રહેવા ગયા હતા. લાંબા સમયથી ઓછી ઊંધના કારણે તે ખૂબ જ થાકેલા હતા. બિઝનેસમેન વિકાસે પણ કહ્યું કે વિમાન તે ખૂબ જ થાકેલા હતા અને તેમણે કેબિન ક્રૂને પણ બ્લેનકેટ માંગી ડિસ્ટર્બ ના કરવાનું કહ્યું હતું.
વિસ્તારા એરલાઇનના ક્રૂ મેમ્બરની પૂછપરછમાં પણ તેમ જ જાણવા મળ્યું કે તે સુઇ રહ્યા હતા. વિકાસે સાથે જ જણાવ્યું કે જેવો તેમનો પગ ઝાયરાને ટચ થયો તેમણે તેની માફી પણ માંગી હતી. વિકાસનો દાવો છે કે તેણે આ તમામ વસ્તુઓ જાણી જોઇને નથી કરી. વધુમાં આ મામલે દિલ્હી મહિલા આયોગે પણ એરલાઇન્સ મામલે નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો હતો. આ પહેલા કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહા પણ કહ્યું હતું કે તે આ મામલે જો પેસેન્જર દોષી જાહેર થશે તો તેને નો ફ્લાઇટ લિસ્ટમાં નાંખી દેશે. અને સાથે જ તેમણે આ મામલે ઝાયરાને સંપૂર્ણ સહયોગ આપવાની વાત પણ કહી હતી.