અભિનેતા અને સાંસદ રવિકિશન પર તુટ્યો દુખનો પહાડ, મોટા ભાઇનુ નિધન
બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મ અભિનેતામાંથી સાંસદ બનેલા રવિ કિશન પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. રવિ કિશનના મોટા ભાઈનું બુધવારે અવસાન થયું. રવિ કિશનને મોટા ભાઈના નિધનથી મોટો આંચકો લાગ્યો છે. ખુદ સાંસદે પોતાના ટ્વિટર પર આ દુઃખદ
બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મ અભિનેતામાંથી સાંસદ બનેલા રવિ કિશન પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. રવિ કિશનના મોટા ભાઈનું બુધવારે અવસાન થયું. રવિ કિશનને મોટા ભાઈના નિધનથી મોટો આંચકો લાગ્યો છે. ખુદ સાંસદે પોતાના ટ્વિટર પર આ દુઃખદ સમાચાર આપ્યા છે.

દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી
રવિ કિશને પોતે જણાવ્યું કે બિમારીના કારણે તેમના મોટા ભાઈ રમેશ શુક્લાને થોડા દિવસો પહેલા દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.

રવિ કિશને ભારે હૈયે આ દુઃખદ માહિતી આપી
પોતાના અંગત ટ્વિટર પર આ દુઃખદ માહિતી આપતાં સાંસદ રવિ કિશને લખ્યું- મારા મોટા ભાઈ શ્રી રમેશ શુક્લાજીનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે.

ઘણી કોશિશ કરી પણ મોટા ભાઈને બચાવી ન શક્યા
રવિકિશને આગળ લખ્યું બહુ કોશિશ કરી પણ મોટા ભાઈ ને બચાવી ના શક્યા, પિતા ના ગયા પછી મોટા ભાઈ નું દુઃખ છે, મહાદેવ તમને તમારા ચરણોમાં સ્થાન આપે. કોટી કોટી સલામ. ઓમ શાંતિ.












Click it and Unblock the Notifications
