શુભ મંગલ સાવધાન સિક્વલ- હવે આયુષ્માન ખુરાના બનશે ગે, આ એક્ટર બનશે બૉયફ્રેન્ડ
શુભ મંગલ સાવધાન સિક્વલ- હવે આયુષ્માન ખુરાના બનશે ગે, આ એક્ટર બનશે બૉયફ્રેન્ડ
આયુષ્માન ખુરાના એ ટેલેન્ટેડ એક્ટર્સમાંના એક છે જેઓ પોતાના દમ પર આટલા આગળ આવ્યા છે અને લગભગ દરેક ફિલ્મમાં જોરદાર ધમાકો કરે છે. આ સમયે તેમને લઈ એક ખબર આવી રહી છે કે તેમની સુપરહિટ ફિલ્મ શુભ મંગલ સાવધાનની સીક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એક ગેની ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મનું નામ હશે શુભ મંગલ જ્યાદા સાવધાન.. એટલું જ નહિ, આ ફિલ્મમાં દિવેંદુ શર્મા પણ જોવા મળશે જેઓ આયુષ્માન ખુરાનાના બૉયફ્રેન્ડનો રોલ નિભાવશે. ફિલ્મના સિક્વલની કહાની કલમ 377 અને LGBTQ પર આધારિત છે.

બનશે આ ફિલ્મ
શુભ મંગલ સાવધાનની કહાની ઈરેક્ટલ ડિસ્ફંક્શનની સમસ્યા હતી. જો કે આ ફિલ્મને લઈ કોઈપણ પ્રકારની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. ફિલ્મના સીક્વલ એટલે કે શુભ મંગલ જ્યાદા સાવધાન એક એવા યુવાનની કહાની છે, જે સમલૈંગિક છે, જેના કારણે તે પરેશાન છે. હવે એવામાં તેના લગ્નની વાત શરૂ થાય છે, ત્યારે તેના પર પહાડ તૂટી પડે છે. જેવી રીતે સમાજ અને પરિવારથી આયુષ્માનનો કેરેક્ટર સંબંધ ધરાવે છે, તે ત્યાં પોતે ગે હોવાની વાત નથી કહી શકતો. હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ આવવામાં કેટલો સમય લાગશે.

અંધાધુન
ફિલ્મ અંધાધુન હાલમાં જ રિલીઝ થઈ હતી અને આયુષ્માન ખુરાનાએ તેમાં દમદાર રોલ નિભાવ્યો હતો.

બધાઈ હો
આયુષ્માન ખુરાનાની બ્લૉકબસ્ટર ફિલ્મ છે. આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી.

વિકી ડોનર
આયુષ્માન ખુરાના વિકી ડોનરમાં સૌથી પહેલા જોવા મળ્યા હતા અને તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું.

શુભ મંગલ સાવધાન
ભૂમિ પેડનેકર અને આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં શાનદાર હતા. લોકોએ ભારે પસંદ કર્યા હતા.

દમ લગા કે હઈશા
દમ લગાકે હાઈશામાં ભૂમિ અને આયુષ્માનના અભિનયે લોકોને ભારે પ્રભાવિત કર્યા હતા.

બરેલી કી બર્ફી
જો કે આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ હતા પરંતુ આયુષ્માન ખુરાનાએ પણ અલગ અભિનય કર્યો હતો.












Click it and Unblock the Notifications
