ગ્લેમરની જિંદગી છોડી ખેતરોમાં પરસેવો પાડી રહ્યા છે ધર્મેન્દ્ર

હિંદી સિનેમાંના હી-મેન કહેવાતા ધર્મેન્દ્ર હાલમાં ભલે રૂપેરી પડદાથી દૂર છે પરંતુ તે પોતાની માટીની મહેકથી દૂર નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક તસવારોથી જાણવા મળે છે.

હિંદી સિનેમાંના હી-મેન કહેવાતા ધર્મેન્દ્ર હાલમાં ભલે રૂપેરી પડદાથી દૂર છે પરંતુ તે પોતાની માટીની મહેકથી દૂર નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કેટલીક તસવારોથી જાણવા મળે છે કે હાલમાં ધર્મેન્દ્ર બોલિવુડની ઝાકમઝોળથી દૂર ખેતીવાડી કરવામાં અને ગાયને ઘાસચારો ખવડાવવામાં વ્યસ્ત છે.

82 વર્ષના ધર્મેન્દ્રમાં આજે પણ છે જબરદસ્ત જોશ

82 વર્ષના ધર્મેન્દ્રમાં આજે પણ છે જબરદસ્ત જોશ

82 વર્ષનો આંકડો પાર કરી ચૂકેલ હિંદી સિનેમાની આ મહાન હસ્તીમાં આજે પણ જબરદસ્ત જોશ અને ઉત્સાહ છે. જેના કારણે તે આજે પણ ફિટ છે, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘આપકા ધર્મ' ના એકાઉન્ટમાં અપલોડ થયેલ તસવીરો અને વીડિયો તેમનો જોશ અને ઉત્સાહ ખૂબ સુંદર રીતે વર્ણવે છે.

‘વર્ક ઈઝ વર્શીપ’ એટલે કે કામ જ પૂજા…

‘વર્ક ઈઝ વર્શીપ’ એટલે કે કામ જ પૂજા…

ધર્મેન્દ્રની આ તસવીરો અને વીડિયોમાં તે ખેતીવાડી કરતાં, ગાયોને ઘાસચારો ખવડાવતા અને કેરી વિશે બતાવતા જોવા મળે છે. તે એક વીડિયોમાં એમ પણ કહે છે કે ‘વર્ક ઈઝ વર્શીપ' એટલે કે કામ જ પૂજા છે.

અલ્ફાંસો, બહુ પ્રેમથી વાવ્યા હતા…

અલ્ફાંસો, બહુ પ્રેમથી વાવ્યા હતા…

એક વીડિયોમાં ધર્મેન્દ્ર કહે છે, "આ પોતાના ખેતરના, પોતાના ફાર્મના, ખૂબ પ્રેમથી વાવ્યા હતા, હવે પ્રેમથી ફળ ખાઈ રહ્યા છે, સારુ લાગે છે, તમને કેવુ લાગી રહ્યુ છે આ..."

નોંધનીય છે કે હિંદી સિનેમાના આઈકોન ધર્મેન્દ્ર બહુ જલ્દી ‘યમલા પગલા દિવાનાઃ ફિર સે' માં સની દેઓલ અને બૉબી દેઓલ સાથે જોવા મળશે. 2004 થી 2009 સુધી બિકાનેરથી ભારતીય જનતા પક્ષના લોકસભા સાંસદ રહી ચૂકેલા ધર્મેન્દ્રએ પૂરા ત્રણ દાયકા સુધી સિનેમા જગતના દર્શકોના દિલ પર રાજ કર્યુ છે. ઉત્કૃષ્ટ ફિલ્મો આપનાર ધર્મેન્દ્રને વર્ષ 2012માં પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X