For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેચાવાનો છે 70 વર્ષ જૂનો રાજકપૂરનો આઈકોનિક 'RK' સ્ટુડિયો

રાજકપૂરનો પરિવાર આરકે સ્ટુડિયો વેચવા માટે મજબૂર છે કારણકે ગયા વર્ષે સ્ટુડિયોમાં લાગેલી આગથી ઘણુ નુકશાન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

આરકે સ્ટુડિયો માત્ર એક સ્થળનું નામ નથી પરંતુ આ માયાનગરી મુંબઈની સુંદર જગ્યાઓમાંનું એક છે. આ સ્ટુડિયો, શો મેન રાજકપૂરની બોલિવુડને આપેલી એ ભેટ છે જ્યાંથી એવી ફિલ્મોનો ઉદગમ થયો કે જે હિંદી સિને જગત માટે મિલનો પત્થર સાબિત થઈ પરંતુ સમય અને પરિસ્થિતિનો શિકાર આ સ્ટુડિયો આજે વેચાવા જઈ રહ્યો છે. આજે રાજકપૂરનો પરિવાર આ સ્ટુડિયો વેચવા માટે મજબૂર છે કારણકે ગયા વર્ષે સ્ટુડિયોમાં લાગેલી આગથી ઘણુ નુકશાન થઈ ગયુ છે.

વર્ષ 1984 માં બન્યો હતો 'RK' સ્ટુડિયો

તમને જણાવી દઈએ કે આ સ્ટુડિયોને રાજકપૂરે વર્ષ 1984 માં બનાવડાવ્યો હતો, તેને વેચવાનો નિર્ણય રાજકપૂરના પુત્ર ઋષિ કપૂર માટે પણ સરળ નથી, તેમણે પોતે કહ્યુ કે છાતી પર પત્થર રાખીને આને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં ગયા વર્ષે રાજ કપૂર સ્ટુડિયોમાં આગ લાગવાથી ઘણુ નુકશાન થયુ હતુ જેને બનાવવામાં હવે બહુ ખર્ચ થશે. જેના કારણે પરિવારે આને વેચવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃઅફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકાઆ પણ વાંચોઃઅફેરના સમાચારોથી સલમાનને ગુસ્સો અપાવ્યા બાદ સાથે બેઠા અર્જૂન-મલાઈકા

અહીં રાજકપૂર ‘આવારા' થયા હતા...

અહીં રાજકપૂર ‘આવારા' થયા હતા...

ઐતિહાસિક સ્ટુડિયોમાં સૌથી પહેલા જે ફિલ્મ શૂટ થઈ હતી તેનું નામ ‘આગ' હતુ, ત્યારબાદ બીજા વર્ષે 1949 માં 'RK' સ્ટુડિયોમાં શૂટ થઈ હતી ફિલ્મ ‘બરસાત', કે જે બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ. આ ફિલ્મમાં રાજકપૂર અને નરગિસે લીડ એક્ટર્સ અભિનય કર્યો હતો. ત્યારબાદ રાજકપૂરે અહીં એકથી એક ચડિયાતી ફિલ્મો શૂટ કરી. જેણે માત્ર કમાણી જ ન કરી પરંતુ નામના પણ ખૂબ મેળવી. અહીં રાજકપૂર 'આવારા' થયા અને અહીં જ 'શ્રી 420' બન્યા.

સ્ટુડિયો વેચાવાથી પરિવાર પણ નિરાશ અને કલાકારો પણ

સ્ટુડિયો વેચાવાથી પરિવાર પણ નિરાશ અને કલાકારો પણ

આ સ્ટુડિયામાં તેમની ફિલ્મ ‘જિસ દેશમેં ગંગા બહેતી હે' શૂટ થઈ હતી તો અહીં મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી શૂટ કરવામાં આવી હતી. વર્ષ 1988 માં રાજકપૂરે દુનિયામાંથી વિદાય લીધી. ત્યારબાદ કેટલીક ફિલ્મો પ્રેમગ્રંથ, હિના અને આ અબ લોટ ચલે પણ શૂટ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ચેમ્બુરમાં સ્થિત આરકે સ્ટુડિયોની દેખરેખનું કામ રાજકપૂરના નિધન બાદ રણધીર કપૂર પાસે હતુ. આ સ્ટુડિયો વેચાવાથી જ્યાં કપૂર ખાનદાન દુઃખી છે ત્યાં આ સ્ટુડિયોમાં બનેલી ફિલ્મોમાં કામ કરનારા કલાકારો પણ આ વાતથી ઘણા નિરાશ છે.

ગજબ છે લોકોની કહાની

ગજબ છે લોકોની કહાની

આરકે સ્ટુડિયોના લોકોની વાત કરીએ તો તેને કોઈએ ડિઝાઈન નહોતો કર્યો. તે એક અચાનકથી આવેલા વિચારનું પરિણામ હતુ. આરકે ફિલ્મ્સના બેનર હેઠળ જે પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ તે હતી બરસાત. એટલા માટે તે ફિલ્મના જ એક સીનને સ્ટુડિયોનો લોગો બનાવી દેવામાં આવ્યો. આ લોગોમાં રાજકપૂર નરગિસને પોતાના હાથોમાં લે છે અને કેપિટલ લેટર્સમાં લખેલા આરકે ઉપર ઉભા છે.

આ પણ વાંચોઃશું ખરેખર સલમાન ખાને કેરળ માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા?આ પણ વાંચોઃશું ખરેખર સલમાન ખાને કેરળ માટે 12 કરોડ રૂપિયા દાન કર્યા?

English summary
Actor-filmmaker Raj Kapoor’s RK studio is up for sale — 70 years after it was established
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X