રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યુ, ‘જેટલો તારો અવાજ S...* એટલી તુ પણ?'
કૈલાશ ખેર, વિકાસ બહેલ જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના અભિનેતા અને ફિલ્મ મેકર રજત કપૂર પર.
તનુશ્રી અને નાના વિવાદ બાદ બોલિવુનીડ ઘણી હસ્તીઓ સામે હવે લોકોએ મોઢુ ખોલ્યુ છે. કૈલાશ ખેર, વિકાસ બહેલ જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના અભિનેતા અને ફિલ્મ મેકર રજત કપૂર પર. જેના પર એક મહિલા પત્રકારે રજત કપૂરે કરેલા ઉત્પીડનનો પોતાનો અનુભવ જણાવતા કેટલાક સ્ક્રીન શોટ શેર કર્યા છે.

રજત કપૂરે મહિલા પત્રકારને પૂછ્યો પર્સનલ સવાલ
પત્રકારનું કહેવુ છે કે એક ઈન્ટરવ્યુ દરમિયાન રજત કપૂરે તેને કહ્યુ હતુ કે જેવી રીતે તેનો અવાજ આટલો સેક્સી છે શું તે દેખાવમાં પણ એવી છે, એટલુ જ નહિ રજતે પત્રકારને તેની બોડીના માપ પર પણ સવાલ કર્યા હતા. પત્રકારનું કહેવુ છે કે ત્યારબાદ રજતના ઘણા મેસેજે તેને માનસિક રીતે તંગ કરી દીધી હતી.

રજત કપૂર પર બે મહિલાઓએ લગાવ્યા છે યૌન શોષણના આરોપ
નવાઈની વાત એ છે કે રજત કપૂર પર એક નહિ પરંતુ બે મહિલાઓએ આરોપ લગાવ્યા છે. પત્રકાર ઉપરાંત બીજી મહિલા કલાકાર છે જેણે તેમની સાથે એક એડ ફિલ્મમાં કામ કર્યુ છે. તેમનું કહેવુ છે કે રજતે તેને કહ્યુ હતુ કે તે એક ખાલી ઘરમાં માત્ર તેની સાથે શૂટ કરવા ઈચ્છે છે.
|
રજત કપૂરે માંગી માફી
આ પ્રકારે પોતાના પર જાહેરમાં આરોપ લાગ્યા બાદ અભિનેતા રજત કપૂરે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા માફી માંગી છે. અભિનેતા રજત કપૂરે કહ્યુ કે તેણે પોતાના સમગ્ર જીવનમાં એક સભ્ય વ્યક્તિ બનવાની કોશિશ કરી છે અને પત્રકાર પાસે માફી માંગી છે. જો તેણે ક્યારેય પોતાના કામ કે શબ્દોથી તેમની સાથે અયોગ્ય વર્તન કર્યુ હોય તો હું દિલથી માફી માંગુ છુ.
|
‘હું દુઃખી છુ કે મારા કારણે કોઈને તકલીફ થઈ'
રજત કપૂરે આગળ લખ્યુ, ‘હું દુઃખી છુ કે મારા કારણે કોઈને તકલીફ થઈ. મારા માટે કામથી વધારે જો કંઈ જરૂરી છે તો તે છે સારા વ્યક્તિ બનવુ. હું આના માટે હજુ વધુ કોશિશ કરીશ.'
જુઓ એે ટ્વિટ
I don't even know any more.
— Sandhya Menon (@TheRestlessQuil) 7 October 2018
Filmmaker Rajat Kapoor
Two separate and different accounts pic.twitter.com/nBjNOsun3j












Click it and Unblock the Notifications
