અભિનેતા રસિક દવેનુ 65 વર્ષની વયે નિધન, કલાજગતમાં શોકનુ મોજુ
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી, ગુજરાતી શો અને સીરિયલના પ્રખ્યાત અભિનેતા રસિક દવેનુ 65 વર્ષની વયે નિધન થયુ છે. રસિક દવે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અભિનેત્રી કેતકી દવેના પતિ હતા. ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઈ કહેતા હતા. રસિકભાઈ છેલ્લા બે વર્ષથી ડાયાલિસીસ પર હતા. રસિક દવેનુ શુક્રવારે (29 જુલાઈ) રાત્રે 8 વાગ્યે કિડની ફેલ થવાને કારણે નિધન થયુ હતુ.

બંને કિડની હતી ફેલ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર રસિક દવેની કિડની સતત બગડી રહી હતી અને છેલ્લો એક મહિનો ખૂબ જ પીડાદાયક રહ્યો હતો. તેઓ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. શનિવારે સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કાર થવાની શક્યતા છે.

પાછળ છોડી ગયા હર્યોભર્યો પરિવાર
રસિક દવે અને કેતકી દવે ટીવી ઈન્ડસ્ટ્રીનુ પ્રખ્યાત કપલ માનવામાં આવતુ હતુ. રસિક દવેના પરિવારમાં તેમની પત્ની કેતકી અને બે બાળકો રિદ્ધિ દવે અને અભિષેક દવે છે. રસિક દવે તેમની પત્ની સાથે ગુજરાતી થિયેટર કંપની ચલાવતા હતા. કેતકીની માતા પણ એક પ્રખ્યાત અભિનેત્રી સરિતા જોશી છે અને તેના પિતા (સ્વર્ગસ્થ) પ્રવીણ જોશી થિયેટર દિગ્દર્શક હતા. તેની એક નાની બહેન પૂર્વી જોશી છે જે અભિનેત્રી અને એન્કર પણ છે.

રસિક દવેના કરિયર વિશે જાણો
રસિક અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા. રસિકે તેની કારકિર્દી '82' માં ગુજ્જુ ફિલ્મ 'પુત્ર વધૂ'થી શરૂ કરી અને ગુજરાતી અને હિન્દી એમ બંને માધ્યમમાં કામ કર્યુ. કેતકી અને રસિકે 2006માં 'નચ બલિયે'માં પણ ભાગ લીધો હતો. રસિક દેવે CID, કૃષ્ણા, સંસ્કાર ધરોહર અપનો કી જેવા પ્રખ્યાત ટીવી શોમાં કામ કર્યુ છે.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
