Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અભિનેતા શાહબાઝ ખાન પર છેડતીનો આરોપ, મુંબઈ પોલિસે નોંધી એફઆઈઆર

અભિનેતા શાહબાઝ ખાન સામે છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. શાહબાઝ પર 19 વર્ષની યુવતી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે.

અભિનેતા શાહબાઝ ખાન સામે છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. શાહબાઝ પર 19 વર્ષની યુવતી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિત છોકરીની ફરિયાદ પર મુંબઈના ઓશિવરા પોલિસ સ્ટેશનમાં છેડતીને કેસ નોંધવામાં આવ્યો છે. ખાન સામે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ એફઆઈઆર થઈ છે.

Shahbaz Khan

એફઆઈઆર બાદ પોલિસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલિસ બુધવારે અભિનેતાની પૂછપરછ કરી શકે છે. 53 વર્ષના શાહબાઝ ખાનની ધરપકડ વિશે હજુ પોલિસે કંઈ કહ્યુ નથી. શાહબાઝ ખાન લાંબા સમયથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. ફિલ્મો સાથે સાથે તે ટીવીનો પણ જાણીતો ચહેરો છે.

ફિલ્મોની વાત કરીએ તો તેમણે એજન્ટ વિનોદ,વીર, હીરો, રાજૂ ચાચા, જિદ્દી, મેજર સાબ, ઈન્ટરનેશનલ ખિલાડીમાં કામ કર્યુ છે. શાહબાઝ ટીવી સીરિયલ ચંદ્રકાંતા, યુગ, બૈતાલ પચીસી, ધ ગ્રેટ મરાઠા, ફિર લૌટ આઈ નાગિન, અફસર બિટિયા, કર્મફલ દાતા શનિમાં કામ કરી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X