એક્ટર સૂર્યાની 'જય ભીમ'એ રચ્યો ઈતિહાસ, ઑસ્કરે પોતાની યુટ્યુબ પર બતાવી ફિલ્મ, આમ કરનારી પહેલી ફિલ્મ
નવી દિલ્લીઃ એક્ટર સૂર્યાની ફિલ્મ 'જય ભીમ'એ પોતાના નામે રેકૉર્ડ બનાવી લીધો છે. વિવાદોને લઈને ચર્ચામાં રહેનારી આ ફિલ્મને ઑસ્કરે પોતાના ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર બતાવી છે. આમ કરનારી આ એકમાત્ર ભારતીય ફિલ્મ છે. ડાયરેક્ટરના સ્ટોરી નરેટીવ સાથે ફિલ્મના એક સીનને ઑસ્કરે પોતાની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર બતાવી છે.
મંગળવારે ઑસ્કરની યુટ્યુબ ચેનલ પર જય ભીમનો એક સીન બતાવવામાં આવ્યો હતો. ઑસ્કરે આને પોતાની ચેનલ પર સીન એટ ધ એકેડમી સેક્શનમાં અપલોડ કરીને ટેલીકાસ્ટ કર્યો. જે સીનને ઑસ્કરે પોતાની યુટ્યુબે બતાવ્યો છે. એ સીનમાં બતાવવામાં આવ્યુ છે કે અમુક લોોકને એક લોકલ જેલમાંથી રિલીઝ કરવામાં આવે છે જ્યાં તેમનો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો હોય છે પરંતુ જેલમાં નીકળતા જ તેમની જાતિ વિશે પૂછવામાં આવે છે. નાની જાતિવાળા લોકોને રોકીને તેમને પોતાના પોલિસના હવાલે કરી દેવામાં આવે છે.
ફિલ્મમાં એક્ટર સૂર્યાએ વકીલની ભૂમિકા નિભાવી છે અને તેમણે આ ફિલ્મને પ્રોડ્યુસ પણ ખરી છે. ફિલ્મ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં રહી. ફિલ્મના એક કેલેન્ડર શૉટને લઈને ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેને હટાવીને ફોટો બદલી દેવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સૂર્યા ઉપરાંત પ્રકાશ રાજ, રાવ રમેશ, રાજિશા વિજયન અને લીઝો મોલ જોસ છે. ફિલ્મને અમેઝૉન પ્રાઈમ પર ગયા વર્ષે રિલીઝ કરવામાં આવી હતી જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
An honour of the highest order!#JaiBhim has been featured in the official YouTube channel of @TheAcademy #SceneAtTheAcademy
— 2D Entertainment (@2D_ENTPVTLTD) January 18, 2022
▶️ https://t.co/CUEu8u0Occ#Oscars @Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian @PrimeVideoIN