જાણીતી અભિનેત્રીનો ખુલાસો, ફિલ્મના સેટ પર પ્રકાશ ઝાએ કરી હતી અસહજ કમેન્ટ
એક વાર ફરીથી એક જાણતી અભિનેત્રીએ ફિલ્મના સેટ પર પોતાની સાથે થયેલ એક ‘અસહજ અનુભવ'નો ખુલાસો કર્યો છે.
બોલિવુડમાં થોડા દિવસો અગાઉ એક બાદ એક મીટુ મુવમેન્ટ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી. આ દરમિયાન ફિલ્મ જગત સાથે જોડાયેલ ઘણી દિગ્ગજ અભિનેત્રીઓ અને મોડલ્સે કામ દરમિયાન પોતાની સાથે થયેલા ખરાબ વર્તન અંગે પોતાનું મૌન તોડ્યુ. હવે એક વાર ફરીથી એક જાણતી અભિનેત્રીએ ફિલ્મના સેટ પર પોતાની સાથે થયેલ એક 'અસહજ અનુભવ'નો ખુલાસો કર્યો છે. ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા'થી છવાઈ ગયેલી બોલિવુડ અભિનેત્રી અહાના કુમરાએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન 2016માં આવેલી આ ફિલ્મના સેટ પર દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પ્રકાશ ઝા વિશે એક ઘટના માટે મોટો ખુલાસો કર્યો છે.

‘સેટ પર એક સેક્સ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો'
ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્ખા' વર્ષ 2016માં આવી હતી અને તેના નિર્માતા પ્રકાશ ઝા હતા. અહાના કુમરાએ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ, ‘મને યાદ છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સેક્સ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો ત્યારે જ પ્રકાશ ઝા પણ ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ તેમણે એક કમેન્ટ પાસ કરી જેને તેમના મોઢામાંથી સાંભળવી મારા માટે ઘણી અસહજ કરનારી હતી. ત્યારબાદ હું ફિલ્મની ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવ પાસે ગઈ અને તેમને કહ્યુ કે તે (પ્રકાશ ઝા) મારા ડાયરેક્ટર નથી તેમછતા તે ફિલ્મના સેટ પર કેમ છે અને મારે તેમની એ કમેન્ટ કેમ સાંભળવી પડી રહી છે? તે ફિલ્મના નિર્માતા છે, જેના માટે તેમનુ પૂરુ સમ્માન છે પરંતુ તેમણે અહીં સેટ પર નહોતુ હોવુ જોઈતુ.'

‘તેમના ત્યાં હોવાથી અમે કમ્ફર્ટેબલ નહોતા'
અહાનાની વાત સાંભળ્યા બાદ ડાયરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવે બહુ આરામથી પ્રકાશ ઝાને ત્યાંથી જવા માટે કહ્યુ. અહાનાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ, ‘અલંકૃતાએ તેમને ત્યાંથી જવા માટે કહ્યુ અને તે જતા રહ્યા. તે એ અંતરને સમજી ગયા હતા. તે એ વાત સમજી ગયા હતા કે તેમના અહીં હોવાથી અમે લોકો કમ્ફર્ટેબલ નહોતા અનુભવી રહ્યા. પ્રકાશ ઝા શિષ્ટતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને તે ખરેખર તેમણે ખૂબ સરસ કર્યુ.' તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્ખા'માં અહાના કુમરા ઉપરાંત રત્ના પાઠક શાહ, કોંકણા સેન શર્મા અને પ્લાબિતા બોરઠાકુરે કામ કર્યુ હતુ. આ ફિલ્મ પોતાના વિષય માટે સમાચારોમાં ઘણી છવાયેલી રહી હતી.

‘શરૂઆતમાં આત્મહત્યા કરવાનું મન થતુ હતુ'
અહાના કુમરાને બોલિવુડમાં શરૂઆતમાં કોઈ ખાસ સફળતા ન મળી. આ પહેલાના એક ઈન્ટરવ્યુમાં અહાનાએ જણાવ્યુ હતુ કે પોતાના શરૂઆતના કેરિયરમાં તેણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેને આત્મહત્યા કરવાનું મન પણ થતુ હતુ. અહાનાએ આગળ જણાવ્યુ, ‘હું જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી તો મારા સિદ્ધાંત સંપૂર્ણપણે હલી ગયા. એક દિવસ મે પોતાને બેડરૂમમાં બંધ કરી અને એ બધા નંબર ડિલીટ કર્યા જેને હું બ્લોક કરી ચૂકી હતી. આજ સુધી એ લોકોએ મારો સંપર્ક કર્યો નથી. એ બધા મોટા નામ હતા, તેમાં ડાયરેક્ટર્સ હતા, પ્રોડ્યુસર્સ હતા. તેમાંથી અમુક લોકો એક જાણીતા પ્રોડક્શન હાઉસમાં હતા જે મારા સર્કલનો હિસ્સો હતો પરંતુ હવે તે મારા દોસ્ત નથી.'

ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્ખા'થી આવી લાઈમલાઈટમાં
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુર્ખા' ભોપાલમાં રહેતી ચાર મહિલાઓ (કિશોર વયની એક છોકરીથી લઈને 55 વર્ષની વિધવા સુધી) ની યૌન જાગૃતિ પર આધારિત હતી. આ ચારે મહિલાઓ પુરુષવાદી સમાજની બંદીશો તોડીને પોતાની અંદરની ખુશીઓને શોધવા ઈચ્છે છે. અહાના કુમરા હાલમાં આવેલી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં મોટા પડદે જોવા મળી હતી. અહાનાએ પૂર્વ પીએમ મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિ આ ફિલ્મને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીનો રોલ નિભાવ્યો હતો. હાલમાં અહાના શમશેરા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં તેની સાથે રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત પણ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
