વિડીયો: સુભાષ કપૂર પર અભિનેત્રી ગીતિકા લગાવ્યો યૌન શોષણનો આરોપ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 20 ફેબ્રુઆરી: અભિનેત્રી ગીતિકા ત્યાગીએ ફિલ્મ ડાયરેક્ટર સુભાષ કપૂર પર યૌન શોષણ આરોપ લગાવ્યો છે. ગીતિકા ફિલ્મ 'વન બાઇ ટૂ' અને 'વૉટ ધ ફિશ'માં જોવા મળી ચૂકી છે જ્યારે સુભાષ કપૂરે 'જોલી એલએલબી' અને 'ફંસ ગયે રે ઓબામા' કોમેડી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.

ગીતિકાએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર એક વીડિયો શેર કર્યો છે જેનું ટાઇટલ 'Subhash Kapoor's true face' (સુભાષ કપૂરનો અસલી ચહેરો) છે. આ વીડિયો હિડન કેમરાથી લેવામાં આવ્યો છે અને તેમાં સુભાષ કપૂર, તેમની પત્ની ડિંપલ ખરબંદા અને ગીતિકાને આ કાંડ પર ચર્ચા કરતાં બતાવવામાં આવ્યા છે.

ફિલ્મ 'ઔરંગજેબ'ના ડાયરેક્ટર અતુલ સબરવાલે ટ્વિટર પર ગીતિકાને સપોર્ટ પણ કર્યો અને તેનો જુસ્સો વધાર્યો છે. આ વીડિયોમાં અતુલ પણ આ બંને પાર્ટીઓ વચ્ચે મીડિયેટરની ભૂમિકા જોવા મળી રહ્યાં છે.

31 મિનિટથી વધુનો આ વીડિયોમાં સુભાષ કપૂરની પત્ની ડિંપલને આજીજી કરતી જોવા મળી રહી છે. જે આ મુદ્દાને પ્રાઇવેટ રાખવા માટે કહી રહી છે. ડિંપલે વીડિયોમાં કહ્યું છે કે તે ઇચ્છતી નથી કે તેમના પુત્રને તેના પપ્પાની કરણીને ભોગવવી પડે.

વીડિયોમાં સુભાષ કપૂરમાં શારિરીક સંબંધની વાત તો સ્વિકાર કરતાં જોવા મળી રહ્યાં છે પરંતુ ગીતિકાની સાથે જળજબરી કરવાનો આરોપ નકારી રહ્યાં છે. આ વીડિયોમાં ગીતિકાનો રડવાનો અવાજ સાંભળી શકાય છે ત્યારબાદ તે આવીને સુભાષ કપૂરને એક થપ્પડ ફટકારે છે. ગીતિકાએ આ વીડિયોને પોસ્ટ કરવા પાછળ પોતાના હેતુને પણ પોસ્ટ કર્યો છે.

ગીતિકાએ લખ્યું છે-
આ તે છોકરીઓ માટે છે જે કોઇ સામાજિક અથવા પ્રોફેશન કામ માટે આ વ્યક્તિ (સુભાષ કપૂર)થી સંપર્ક કરે અને તેના પિતા અથવા મોટા ભાઇના રૂપમાં જોવાની ભૂલ ન કરી બેસે. આ વીડિયો તે છોકરી માટે છે, જે ક્યારેક યૌન શોષણની ભોગ બની છે. તમારી સાથે શરમજનક કૃત્ય કરનારની પત્ની, બહેન, માતા અથવા પુત્રીની આજીજીથી પાછી પાની ન કરે. ડિંપલ ખરબંદા આ કાંડ બાદ અઠવાડિયા સુધી બેશરમી પૂર્વક એવોર્ડ ફંકશનમાં ભાગ લેતી જોવા મળી રહી. તેમને ખબર ખબર ન હતી કે હું તેમનો વીડિયો બનાવી રહી છું. મારા માટે આ વીડિયો અપલોડ કરવો સરળ ન હતો. એક છોકરી બંને પરિસ્થિતી સહન કરે છે જો તે ચૂપ અથવા પછી તેના પર અત્યારચાર થાય.

આ કાંડ સાથે જોડાયેલી કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

આ કાંડ સાથે જોડાયેલ કેટલીક ટ્વિટસ

English summary
Here is the latest heated controversy in B Town. An actor named Geetika, who was seen in films like Aatma, One by Two and What The Fish, tweeted a link to a shocking video where she accuses Jolly LLB director Subhash Kapoor of sexual assault and is even getting slapped by her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.