બેગમ જાનની અભિનેત્રી.. પહેલા હતી શર્મીલી, પણ હવે...

Written By:
Subscribe to Oneindia News

આજ-કાલ અભિનેત્રીઓમાં હોલિડેના હોટ ફોટોઝ અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. બોલિવૂડની દરેક બીજી અભિનેત્રી સોશિયલ મીડિયા પર હોલિડેના ફોટોઝ શેર કરતી જોવા મળે છે, જેને કારણે તેને સમચારોમાં પણ સ્થાન મળી જાય છે.

વિદ્યા બાલનની બહુચર્ચિત ફિલ્મ બેગમ જાન ના ટ્રેલરમાં દમદાર પાત્રમાં જોવા મળેવી એક્ટ્રેસ પલ્લવી શારદા હાલ સોશિયલ મીડિયામાં હોટ ટોપિક છે. પલ્લવી હાલ સિડની માં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે પોતાના હોલિડેના ફોટા સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યા છે.

બેગમ જાનનું શૂટિંગ પતાવી પહોંચી સિડની

બેગમ જાનનું શૂટિંગ પતાવી પહોંચી સિડની

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પલ્લવી પોતાની સિંપલ અને સોબર ઇમેજ માટે જાણીતી છે. એવામાં તેનો આ બોલ્ડ અવતાર લોકો માટે જરા ચોંકાવનારો છે. તેણે થોડા દિવસ પહેલાં જ બેગમ જાનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને હાલ તે સિડનીમાં વેકેશનની મજા માણી રહી છે.

પ્રમોશનમાં વ્યસ્ત હતી પલ્લવી

પ્રમોશનમાં વ્યસ્ત હતી પલ્લવી

શૂટિંગ પૂર્ણ થયા બાદ પલ્લવી થોડા દિવસો સુધી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ ફિલ્મમાં પલ્લવીનો મહત્વપૂર્ણ અને દમદાર રોલ હોય અમ ટ્રેલર પરથી જણાઇ રહ્યું છે. કામમાંથી બ્રેક લઇ, ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં થોડી રિલેક્સ થવા માટે તેણે સિડનીની વાટ પકડી છે.

કામમાંથી બ્રેક, કેમેરાથી નહીં

કામમાંથી બ્રેક, કેમેરાથી નહીં

પલ્લવીએ કામમાંથી બ્રેક લીધો છે, કેમેરાથી નહીં. તે સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. સિડીની હોલિડેના ઘણા ફોટોઝ તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં છે.

ફેન્સને પસંદ છે પલ્લવીનો બોલ્ડ અવતાર

ફેન્સને પસંદ છે પલ્લવીનો બોલ્ડ અવતાર

પલ્લવીએ બિકિની અને સ્વિમ સૂટમાં પોતાના ફોટો શેર કર્યાં છે. ફેન્સને પણ પલ્લવીનો આ હોટ અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે. તે આ તસવીરોમાં ખૂબ સુંદર અને ગ્લેમરસ દેખાઇ રહી છે.

રણબીર સામે લીડ રોલમાં પલ્લવી

રણબીર સામે લીડ રોલમાં પલ્લવી

પલ્લવીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દસ તોલા, રણબીર કપૂરની બેશરમ, અયુષ્માન ખુરાનાની હવા હવાઇ, જેવી ફિલ્મોમાં તે લીડ રોલમાં જોવા મળી છે. જો કે, આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતી દેખાડી શકી.

અભિનયના વખાણ

અભિનયના વખાણ

રણબીર કપૂરની ફિલ્મ બેશરમમાં પલ્લવીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મ બોક્સઓફિસ પર ભલે ફ્લોપ ગઇ હોય, પરંતુ તેના અભિનયના વખાણ થયા હતા. વળી કરિયરના શરૂઆતના દિવસોમાં રણબીર કપૂર સાથે રોમાન્સ કરવાનો ચાન્સ મળે એ પણ નાની વાત તો નથી જ!

ઑસ્કાર નોમિનેડેટ ફિલ્મમાં કર્યું છે કામ

ઑસ્કાર નોમિનેડેટ ફિલ્મમાં કર્યું છે કામ

ઑસ્કાર નોમિનેટેડ ફિલ્મ Lionમાં પણ પલ્લવીએ કામ કર્યું છે. તેની આ ફિલ્મને ઑસ્કાર એવોર્ડ્સમાં અનેક કેટેગરીમાં નોમિનેશન પ્રાપ્ત થયું હતું.

ડેબ્યૂ ફિલ્મ

ડેબ્યૂ ફિલ્મ

પલ્લવીની બેલિવૂડ ડેબ્યૂ ફિલ્મ હતી દસ તોલા. આ ફિલ્મમાં તેનો લીડ રોલ હતો. તેની સાથે આ ફિલ્મમાં મનોજ વાજપેયી પણ હતા. આ સિવાય તેણે કરણ જોહરની ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં પણ સપોર્ટિંગ રોલ પ્લે કર્યો હતો.

કપિલ શર્મા શોમાં થઇ હતી ગડબડ

કપિલ શર્મા શોમાં થઇ હતી ગડબડ

થોડા દિવસ પહેલાં જ પલ્લવી પોતાની ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોમાં પહોંચી હતી. આ દરમિયાન પોતાના સ્ટાયલિશ ડ્રેસને કારણે તેણે ખૂબ હેરાન થવું પડ્યું હતું. તે વારે-વારે પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળી હતી, આ કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની હતી.

English summary
Actress Pallavi Sharda is enjoying her vacation in Sydney. She shared some hot photos on Instagram account.
Please Wait while comments are loading...