સાચી નીકળી અફવા, આ એક્ટ્રેસે ગુપચુપ કરી લીધા છે લગ્ન

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર્સ એવા હોય છે, જે પોતાની પર્સનલ લાઇફને હંમેશા સિક્રેટ જ રાખે છે. ગત વર્ષે જ ઉર્મિલા માતોંડકરે અચાનક લગ્ન કરી સૌને ચોંકાવી દીધા હતા. તાજેતરમાં વધુ એક બોલિવૂડ એક્ટ્રેસે અચાનક લગ્ન કરી લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. છેલ્લા ઘણા સમયથી રિયા સેનના લગ્નની વાતો આવી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર રિયા આ વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરનાર હતી. પરંતુ એવામાં જાણવા મળ્યું કે, રિયાએ બુધવારે જ અચાનક પૂના ખાતે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધાં છે.

રાઇમા સેને શેર કર્યો ફોટો

રાઇમા સેને શેર કર્યો ફોટો

શુક્રવારે બપોર પહેલાં આ માત્ર એક અફવા કે શક્યતા હતી. પરંતુ હવે રિયાની બહેન રાઇમા સેને આ લગ્ન વિધિનો એક સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં વાત પાકી થઇ ગઇ છે. બુધવારે રિયા સેને અચાનક જ પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કરી લીધાં છે.

રિયા સેન

રિયા સેન

રિયા સેને સોશિયલ મીડિયા પર પોતાના શિવમ તિવારીના અનેક ફોટોઝ પોસ્ટ કર્યાં છે, પરંતુ તેણે મેરેજ સેરેમનિનો કોઇ ફોટો શેર નહોતો કર્યો, આથી લોકો મૂંઝવણમાં હતા કે લગ્નના સમાચાર સાચા માનવા કે કેમ.

અચાનક થયેલ લગ્ન પાછળનું કારણ

અચાનક થયેલ લગ્ન પાછળનું કારણ

વળી રિયા અને શિવમે પોતાની રિલેશનશિપ ક્યારેય કોઇનાથી છુપાવી નથી, આથી તેમણે લગ્નની વાત છુપાવતા લોકોને ભારે આશ્ચર્ય થયું છે. આ સેરેમનીમાં માત્ર નજીકના મિત્રો અને કુટંબના સભ્યો જ હાજર રહ્યાં હતા. પિંકવિલા અનુસાર એવી પણ ચર્ચા છે કે, રિયા સેન પ્રેગનન્ટ હોવાને કારણે આટલી જલ્દી લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોણ છે શિવમ તિવારી?

કોણ છે શિવમ તિવારી?

શિવમ તિવારી એક ફોટોગ્રાફર છે. તે અને રિયા ગણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંન્ને ઘણીવાર સાથે વેકેશન્સ પર પણ જઇ ચૂક્યા છે અને તેની તસવીરો રિયા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

મુનમુન સેન

મુનમુન સેન

પોતાની દિકરીઓ માટેના આઇડિયલ પતિ અંગે વાત કરતાં એક વખત મુનમુન સેને કહ્યું હતું કે, રિયા માટે ગુડ લુક્સ સૌથી વધારે મેટર કરે છે, તેમને માટે પૈસા એટલા જરૂરી નથી. જો કે, મારી બંન્ને દિકરીઓ ઘણી હાઇ મેઇન્ટેનન્સ છે, આથી તેમને માટે રિચ બિઝનેસમેન જ બરાબર રહેશે.

English summary
Actress Riya sen ties the knot with boyfriend Shivam Tiwari in Private ceremony.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.