ટીવી કલાકાર સારા ખાનની કારનો અકસ્માત, 5 ઘાયલ
મુંબઇ, 10 ઓગષ્ટ: ગઇકાલે રાત્રે મુંબઇમાં ટીવી અભિનેત્રી સારા ખાનની કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી જેથી એક ભયંકર અકસ્માત થતાં થતાં ટળી ગયો હતો. કારમાં અભિનેત્રી સારાખાન ઉપરાંત તેમના ચાર મિત્રો પણ હતા. પાંચેય લોકોની સામાન્ય ઇજા પહોંચી હતી જેમને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો લાગે છે માટે સારા ખાન અને તેમના મિત્રોનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે. પોલીસે બધા લોકો સાથે પૂછપરછ કરી રહી છે. જો કે પોલીસે હાલમાં બેદકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાનો કેસ દાખલ કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સારા ખાન ગત રાતે લગભગ 3 વાગે ઓશિવારામાં એક ટીવી અભિનેત્રીની બર્થડે પાર્ટીથી પરત ફરી રહી હતી. સારા ખાનની કાર એક મિત્ર ચલાવી રહ્યો હતો. સારા ખાનની સાથે ગાડીમાં ટીવી સીરીયલ બાલિકા વધૂમાં આનંદીનો રોલ કરી ચૂકેલી પ્રત્યૂષા બેનર્જી ઉપરાંત 3 લોકો હતા. પોલીસે જણાવ્યું હતું કે કાર ગતિ વધુ હતી અએન ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દિધો હોવાથી કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને કાર પલટી ગઇ હતી. તાત્કાલીક ક્રેન બોલાવવામાં આવી અને કારને રસ્તાની બાજુએ કરવામાં આવ્યા બાદ બધા લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પાંચેય લોકોને સામાન્ય ઇજા પહોંચી છે પ્રાથમિક સારવાર અને મેડિકલ ટેસ્ટ બાદ તેમને ઓશીવારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાર ખાનની ગાડીમાં ટીવી કલાકાર સિધાર્થ શુક્લા પર હાજર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સિધાર્થ શુક્લા હાલમાં ડાન્સ શો ઝલક દિખલા જામાં પ્રતિભાગી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
