India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાની સાઈઝ પૂછવા પર ભડકી નાગિન ફેમ સાયંતની ઘોષ - છોકરાઓના પ્રાઈવેટ પાર્ટની સાઈઝ નથી પૂછવામાં આવતી?

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ નાગિન ફેમ સાયંતની ઘોષ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા ફોટા અને વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. આ દરમિયાન સાયંતની ઘોષે પોતાના સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક ચેટ સેશનનુ આયોજન કર્યુ. જ્યાં સાયંતનીને ઘણા લોકોએ ઉલટા સીધા સવાલ પૂછ્યા અને એક યુઝરે તો બધી હદો પાર કરીને સાયંતનીને તેની બ્રાની સાઈઝ પૂછી લીધી જેના પર અભિનેત્રીએ જોરદાર જવાબ આપીને મહિલાઓને આ રીતના સવાલ પૂછનારા લોકો પર પોતાની નારાજગી વ્યક્ત કરીને એક લાંબી પોસ્ટ પણ લખી છે. સાયંતનીએ પોતાનો કાબુ ન ગુમાવ્યો અને કહ્યુ, પહેલા મને તમારા આઈક્યુની સાઈઝ કે લેવલ જણાવો. મને લાગે છે કે તે ઝીરો પણ નહિ હોય. ત્યારબાદ સાયંતનીએ આવા વાક્યોના કારણે મેન્ટલ હેલ્થ પર પડતી ખરાબ અસર વિશે વાત કરી. આ સાથે જ તેણે ઘણા સવાલોના ખૂબ આકરા જવાબ પણ આપ્યા છે.

અભિનેત્રીએ એવો જવાબ આપ્યો કે થઈ જશે બધાની બોલતી બંધ

અભિનેત્રીએ એવો જવાબ આપ્યો કે થઈ જશે બધાની બોલતી બંધ

સાયંતનીએ લખ્યુ - કોઈ પણ પ્રકારનુ બૉડી શેમિંગ ખોટુ છે. પરંતુ ખાસ કરીને હું એ નથી સમજી શકતી કે મહિલાઓની બ્રેસ્ટ માટે શું ફેસિનેશન છે. જેમ કે શું સાઈઝ છે? માત્ર પુરુષો જ નહિ પરંતુ ખુદ અમે છોકરીઓ પણ આ પ્રકારની કંડીશનિંગ રાખીએ છીએ. 'એક થ્રેડ' સાઈઝ વિચારને ખતમ માટે! મે જોયુ કે આજે છે પરંતુ તમે જાણો છો કે હવે મેન્ટલ હેલ્થ તમારા આરોગ્યનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે?

સાયંતની ઘોષે શેર કરી આપીવીતિ

સાયંતની ઘોષે શેર કરી આપીવીતિ

સાયંતની ઘોષે લખ્યુ કે આ એ છોકરીઓ માટે છે જે પુરુષો દ્વારા આ વ્યવહારને સહન કરે છે અને માટે તેને લાગે છે કે તેમણે મહિલાના સ્તનોના આકાર પર ચર્ચા કરવા અને તેને ઘૂરવાનો અધિકાર છે. અભિનેત્રીએ પોતાના વ્યક્તિગત અનુભવને શેર કર્યો કે કેવી રીતે તેણે પણ બૉડી શેમિંગને સહન કર્યુ છે. મે પણ ઘણી વાર અનુભવ્યુ છે. જ્યારે મે એક પુરુષને મારા સ્તનને ઘૂરતા જોયો હતો. તેણે મહિલાઓને આ રીતના મુદ્દાઓ સામે લડવા અને તેને ઉઠાવા માટે પણ પ્રોત્સાહિત કરી.

સાયંતનીએ પુરુષોની સાઈઝ પર પૂછ્યા સવાલ

સાયંતનીએ પુરુષોની સાઈઝ પર પૂછ્યા સવાલ

પુરુષો પર ટિપ્પણી કરીને સાયંતની ઘોષે પુરુષોને પૂછ્યુ કે શું થશે જો મહિલાઓ તમારા શરીરને જજ કરવાનુ શરૂ કરી દે અને તમને લિંગના આકાર વિશે પૂછે. તેણે લખ્યુ, 'છેવટે, આકારની વાત તમે બધાએ પોતાની અસુરક્ષા વધારવા માટે બનાવી હતી.' સાયંતનીએ લખ્યુ કે, 'જો હવે કોઈ મને મારી કપ સાઈઝ વિશે પૂછશે તો મારે ખરેખર શું જવાબ આપવાનો છે. ઈમાનદારીથી કહૂ તો મને એક બહુ મોટો કપ પસંદ છે, એક કૉફી પ્રેમી હોવાના નાતે હું એક મોટા કપને પસંદ કરીશ.'

મેન્ટલ હેલ્થ કેર વિશે કરી વાત

મેન્ટલ હેલ્થ કેર વિશે કરી વાત

સાયંતની ઘોષે લોકોને અપીલ કરી કે માનસિક વિચારની સાઈઝને ખતમ કરો. મે જોયુ કે આજે વર્લ્ડ હેલ્થ ડે છે પરંતુ માનસિક આરોગ્ય હેલ્થનો સૌથી મહત્વનો હિસ્સો છે. હા, પોતાના બૉડીમાં ફિટ રહો પરંતુ પોતાના દિમાગને ના ભૂલો. સમય આવી ગયો છે કે દરેક બૉડી ટાઈપને નૉર્મલાઈઝ કરવાનો, હું આ ફેરફાર સાથે ઉભી છુ, શું તમે ઉભા છો?

જ્હાનવી કપૂરનો સ્વિમસૂટમાં હૉટ અવતાર જોઈ ફેન્સ થયા દીવાના, જુઓ વાયરલ ફોટાજ્હાનવી કપૂરનો સ્વિમસૂટમાં હૉટ અવતાર જોઈ ફેન્સ થયા દીવાના, જુઓ વાયરલ ફોટા

English summary
Actress Sayantani Ghosh shuts a troll who asked about her bra size in live session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X