સુરવીન ચાવલાએ દીકરીને જન્મ આપ્યો, પહેલી ફોટો શેર કરી
અભિનેત્રી સુરવીન ચાવલા છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં હતી કે તે માં બનવા જઈ રહી છે. હવે તે દિવસ આવી ગયો છે, આખરે 15 એપ્રિલે તેના ઘરે દીકરીએ જન્મ લીધો.
અભિનેત્રી સુરવીન ચાવલા છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં હતી કે તે માં બનવા જઈ રહી છે. હવે તે દિવસ આવી ગયો છે, આખરે 15 એપ્રિલે તેના ઘરે દીકરીએ જન્મ લીધો. અભિનેત્રી સુરવીન ચાવલા માં બની ચુકી છે અને તેના ઘરે દીકરી આવી છે. સુરવીને તેની દીકરી ઇવાની ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

આ ફોટોમાં તેની દીકરીનો ચહેરો નહીં પરંતુ તેના પગ દેખાઈ રહ્યા છે. સુરવીને આ ફોટો પોસ્ટ કરતા લખ્યું છે કે અમારા ઘરમાં એક નાની પરીનું આગમન થયું છે. દીકરી ઈવા તારું સ્વાગત છે. આપને જણાવી દઈએ કે સુરવીન ચાવલાએ વર્ષ 2015 દરમિયાન અક્ષય ઠક્કર સાથે જુલાઈ મહિનામાં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: નકલી રિંગ આપીને અભિષેકે 12 વર્ષ પહેલા ઐશ્વર્યા રાયને બનાવી બચ્ચન વહુ, ફોટા વાયરલ
રિપોર્ટ અનુસાર સુરવીને અક્ષય સાથે સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. તેમને વર્ષ 2017 દરમિયાન પોતાના લગ્નનું સિક્રેટ ખોલ્યું હતું. હાલમાં આ કપલ પોતાના લગ્ન જીવનને ખુબ જ એન્જોય કરી રહ્યા છે. બંનેની મુલાકાત વર્ષ 2013 દરમિયાન એક કોમન ફ્રેન્ડ ઘ્વારા થઇ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને તે પ્રેમ લગ્નમાં પરિણમ્યો.












Click it and Unblock the Notifications
