'દંગલ' અધૂરી છોડીને આ ડિરેક્ટરને જવાબ આપવા દોડી તમન્ના

Written By:
Subscribe to Oneindia News

તમિલ ફિલ્મ 'કાઠતિ સાંદાઇ'ના ડિરેક્ટર સૂરજે હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'જે દર્શકો પૈસા ખર્ચીને થિયેટરમાં આવે છે, તે હિરોઇનની સુંદરતાને જોવા આવે છે, સાડીમાં લપેટાયેલી હિરોઇનને જોવા નથી આવતા.' તેમના આ નિવેદનથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હોબાળો થઇ ગયો છે. અભિનેત્રી તમન્ના ભાટિયાએ કડક શબ્દોમાં આ ડિરેક્ટરની વિચારસરણીને વખોડી છે. તમન્ના અને અન્ય સેલેબ્રિટિઝ રોશે ભરાતાં આખરે સૂરજે પોતાના નિવેદન બદલ માફી માંગી છે.

bahubali

ડિરેક્ટર સૂરજે તમિલ ફિલ્મ 'કાઠતિ સાંદાઇ'ના પ્રમોશન માટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એમ 'બી' અને 'સી' ગ્રેડના દર્શકો માટે ફિલ્મ બનાવીએ છીએ, એ લોકો સાડીમાં લપેટાયેલી હિરોઇનને જોવા નથી આવતા, માટે આપણી હિરોઇનોએ દર્શકોને ખુશ કરવા ઓછા કપડાં પહેરવા જોઇએ. હું તો મારા ડ્રેસ ડિઝાઇનરને ચોખ્ખું કહી દઉં છું કે, કોઇ પણ હિરોઇનનો ડ્રેસ ઘૂંટણથી નીચેનો ન હોવો જોઇએ, પછી ભલે ને હિરોઇન એ પહેરવામાં આનાકાની કરે!'

સૂરજનો આ ઇન્ટરવ્યૂ ચર્ચામાં આવ્યા બાદ બાહુબલી ગર્લ તમન્ના ભાટિયાએ સૂરજના આ નિવેદનની કડક શબ્દોમાં ટીકા કરી છે. તમન્નાને જ્યારે આ ઇન્ટરવ્યૂ અંગે જાણકારી મળી ત્યારે તે આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' જોઇ રહી હતી, જે પણ વુમન એમપાવરમેન્ટ પર આધારિત છે.

તમન્ના ભાટિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટમાં કહ્યું છે કે, આ 2016 છે અને મારે દંગલ જેવી વુમન એમપાવરમેન્ટની ફિલ્મ વચ્ચેથી છોડીને આ ઘટના અંગે જવાબ આપવો પડે એ બહુ કહેવાય. ડિરેક્ટર સૂરજે માત્ર મારી નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રીની દરેક મહિલાની માફી માંગવી જોઇએ. હું છેલ્લા 11 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને મેં હંમેશા મારી ઇચ્છાથી જ કપડા પહેર્યાં છે, કોઇને આકર્ષિત કરવા માટે નહીં.

ચારે બાજુથી આલોચનાના શિકાર થયેલા ડિરેક્ટર સૂરજે આખરે પોતાની વાતની માફી માંગતા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે, હું મારી વાતથી કોઇને ઇનસલ્ટ કરવા નહોતો માંગતો કે કોઇની લાગણી દુભાવવાનો પણ મારો ઇરાદો નહોતો. જો કોઇને મારી વાતથી દુઃખ પહોંચ્યું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું અને એ બદલ માફી માંગુ છું.

English summary
actress Tamannaah Rebuke Goes Viral Director Suraaj Apologies For Comment.
Please Wait while comments are loading...