અદિતિ રાવ હૈદરીનો ખુલાસો, મને પણ કાસ્ટિંગ કાઉચ સામનો કરવો પડ્યો હતો
ફિલ્મ અભિનેત્રી અદિતિ રાવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પણ શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.
ફિલ્મ અભિનેત્રી અદિતિ રાવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પણ શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેમને જણાવ્યું કે ફિલ્મને બદલે સમજોતો નહીં કરવા બદલ તેમને ઘણા સમય સુધી કામ મળ્યું ના હતું. અદિતિ રાવ હૈદરી માટે આ એક દુર્ઘટના જેવું હતું, જેના માટે તે ઘણા દિવસો સુધી રડી પરંતુ તેને આ વાતનો કોઈ જ અફસોસ નથી. અદિતિ રાવ હૈદરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને સમજોતો નહીં કર્યો અને કાસ્ટિંગ કાઉચ વિરુદ્ધ તે લડી તેનો તેને સંતોષ છે.

મેં નમતું નહીં આપ્યું: અદિતિ રાવ હૈદરી
સન્ડે ગાર્ડિયન સાથે વાતચીત કરતા અદિતિ રાવ હૈદરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પણ પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં તેનો સામનો કરવો પડ્યો હતો. તે તેના માટે તૈયાર નહીં થયી જેથી તેના હાથમાંથી ઘણા પ્રોજેક્ટ નીકળી ગયા હતા. અદિતિ રાવ હૈદરી એ કહ્યું કે જયારે તેના હાથમાંથી કામ નીકળી ગયું ત્યારે તે ખુબ જ રડી અને પરેશાન પણ થયી હતી.

આઠ મહિના સુધી કામ ના મળ્યું
અદિતિ રાવ હૈદરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે કામના બદલામાં તેને કાસ્ટિંગ કાઉચ ઓફર આવતી હતું ત્યારે તે ખુબ જ પરેશાન થઇ રડતી કે આખરે કોઈ આવી માંગણી કઈ રીતે કરી શકે છે. પહેલીવાર મને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અને મેં ઇન્કાર કરી દીધો. જેના આઠ મહિના સુધી મને કોઈ પણ કામ મળ્યું નહીં. તે સમય ખુબ જ પરેશાન કરનારો સમય હતો.

મારા નિર્ણયે મને મજબૂત બનાવી
અદિતિ રાવ હૈદરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્યારેક તમારે કઠોર બનવું પડે છે. મેં એક નિર્ણય લીધો જેને મને મજબૂત બનાવી. અદિતિ રાવ હૈદરી બોલિવૂડ સાથે સાથે સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. આપણે જણાવી દઈએ કે કાસ્ટિંગ કાઉચ અંગે હાલમાં ઘણા ખુલાસા થઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
