
જુઓ તસવીરો : મૅક્ઝિમ માટે અદિતીનું હૉટ ફોટોશૂટ!
મુંબઈ, 7 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી મૅક્ઝિમ મૅગેઝીનની સપ્ટેમ્બર 2013ની આવૃત્તિ ઉપર છવાયાં છે. કવર પેજ ઉપર અદિતી બિકિનીમાં દેખાઈ રહ્યાં છે. ઉપરાંત અદિતીએ બૉસ ફિલ્મમાં પણ બિકિની પહેરીને જે દૃશ્યો આપ્યા છે, તે અંગે પણ હોબાળો મચ્યો છે.
આ હોબાળા વચ્ચે અદિતી રાવ હૈદરીએ તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટ દરમિયાન અદિતીએ બિકિની બેબનો અવતાર ધર્યો છે. સાઉથના આ અભિનેત્રી ધીરે-ધીરે બૉલીવુડમાં વધુને વધુ બોલ્ડ થતાં જાય છે. તાજેતરમાં જ તેમની આવનાર ફિલ્મ બૉસની કેટલીક તસવીરો લીક થઈ અને તે સ્પષ્ટ જણાવે છે કે અદિતીએ બૉસમાં ખુલીને બિકિની બેબનો અવતાર ધર્યો છે.
મૅક્ઝિમ મૅગેઝીન માટે અદિતીએ ટૂ પીસ કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમના કવરપેજ ઉપર અદિતી રાવ હૈદરી બિકિની અને લિંગરીમાં પાણી વચ્ચે મસ્તી કરતાં દેખાય છે.
આવો તસવીરોમાં જોઇએ અદિતી રાવ હૈદરીનું હૉટ ફોટોશૂટ :

હૉટ ફોટોશૂટ
અદિતી રાવ હૈદરીએ એક મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

મૅક્ઝિમ માટે ફોટોશૂટ
મૅક્ઝિમ નામની આ મૅગેઝીન માટે અદિતીએ ટૂ પીસ કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે.

બિકિની-લિંગરીમાં અદિતી
મૅક્ઝિમના કવરપેજ ઉપર અદિતી રાવ હૈદરી બિકિની અને લિંગરીમાં પાણી વચ્ચે મસ્તી કરતાં દેખાય છે.

બિકિની અંગે હોબાળો
બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી આજકાલ બિકિની અંગે ચર્ચામાં છે. પોતાની આવનાર ફિલ્મ બૉસમાં તેઓના બિકિની દૃશ્યો ઉપર હોબાળો મચ્યો છે.

બંધ થવો જોઇએ હોબાળો
બૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - મને લાગે છે કે એક બિકિનીને લઈને થતો આટલો હોબાળો બંધ થવો જોઇએ, કારણ કે આ તેને જોવાનું ખોટું દૃષ્ટિકોણ છે.

માત્ર પોશાક
અદિતી કહે છે - બિકિની માત્ર એક પોશાક છે, તે એક સુંદર પોશાક છે. જો કોઈ છોકરી પોતાની કાયા અને પોતાના સ્ત્રીત્વને લઈને ખુશ છે, તો તે સારૂં છે.

બાળપણથી પહેરુ છું બિકિની
અદિતી કહે છે - મને લાગે છે કે આજે દરેકે બિકિનીને બીજી પોશાક તરીકે જોવી જોઇએ. હું બાળકી હતી, ત્યારથી જ બિકિની પહેરી રહી છું અને તેમાં સહજ અનુભવુ છું.