Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિરાટ-અનુષ્કાને ઇટલીમાં લગ્ન કરવાની સલાહ કોણે આપી?

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટલી ખાતે સિક્રેટ સેરેમનીમાં લગ્ન કરી લોકોને ચોંકાવી દીધા હતા. ઇટલીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયાની વાત જાહેર થતા અનેક બીજી વાતો આવી સામે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટલી ખાતે સિક્રેટ સેરેમનીમાં લગ્ન કરી લોકોને ચોંકાવી દીધા હતા. ઇટલીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન થયાની વાત જાહેર થતાં જ તસવીરો અને એની સાથેની અનેક વાતો વહેતી થઇ હતી. જો કે, તમને ખબર છે કે અનુષ્કા અને વિરાટે લગ્ન માટે ઇટલી શા માટે પસંદ કર્યું અને કોણે તેમને એવી સલાહ આપી હતી કે, ઇન્ડિયામાં તેમની રોયલ વેડિંગ મીડિયાનો તમાશો બની જશે?

રહસ્ય થયું જાહેર

રહસ્ય થયું જાહેર

ફેમસ પત્રકાર સુભાષ કે ઝાએ જણાવ્યું હતું કે, અનુષ્કા શર્માને આ આઇડિયા લોકપ્રિય પ્રોડ્યૂસર-ફિલ્મમેકર આદિત્ય ચોપરાએ આપ્યો હતો, જે અનુષ્કાના મેન્ટર પણ છે. તેમણે જ વિરાટ-અનુષ્કાના લગ્ન માટે ઇટલી સજેસ્ટ કર્યું હતું.

અનુભવીની સલાહ

અનુભવીની સલાહ

એ પત્રકારના કહેવા અનુસાર, પેપરાઝીથી હંમેશા બચીને ચાલતા આદિત્ય ચોપરાએ પણ રાણી મુખર્જી સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા ત્યારે ઇટલી પર જ પસંદગી ઉતારી હતી. તેમણે પોતાના અનુભવને આધારે જ અનુષ્કાને આ સલાહ આપી હોય એમ લાગી રહ્યું છે.

પેપરાઝીનો ત્રાસ

પેપરાઝીનો ત્રાસ

આદિત્ય ચોપરાની નજીકના સૂત્રએ પણ જણાવ્યું હતું કે, વિરાટ અને અનુષ્કાના લગ્ન ઇટલીમાં થાય એ આઇડિયા આદિત્ય ચોપરાનો હતો. આદિત્યએ વિરાટ અને અનુષ્કાને ચેતવ્યા હતા કે, રોયલ ઇન્ડિયન વેડિંગ ફંક્શનમાં ભારતમાં પેપરાઝી અને ગેટક્રેશર્સનો ત્રાસ રહેશે.

અનુષ્કાના મેન્ટર આદિ

અનુષ્કાના મેન્ટર આદિ

સૂત્રએ આગળ જણાવ્યું હતું કે, અનુષ્કા પોતાના દરેક મહત્વપૂર્ણ નિર્ણય માટે આદિત્યની સલાહ લે છે અને આથી તેણે લગ્નના વેન્યુ માટેની આદિત્યની સલાહ પણ ખૂબ ગંભીરતાથી લીધી હતી. આ વાત અનુષ્કાએ સૌથી પહેલા માત્ર વિરાટને જ કહી હતી અને ત્યાર બાદ બંનેએ સિક્રેટલી આ માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું.

રાણીની ઇચ્છા

રાણીની ઇચ્છા

ડેક્કન ક્રોનિકલ અનુસાર, સૂત્રોએ આગળ જણાવ્યું હતું કે, રાણી મુખર્જીએ પણ કહ્યું હતું કે, તેને અનુષ્કાના લગ્નમાં જવાની ખૂબ ઇચ્છા હતી, પરંતુ ત્યાં અદિરાને સાથે લઇ જવાય એમ નહોતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X