Pics: સાત જન્મોના બંધનમાં બંધાયા આદિત્ય-શ્વેતા, પપ્પા ઉદિતે લગાવ્યા ઠુમકા

1 ડિસેમ્બરે આદિત્ય નારાયણે પોતાની 10 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે સાત ફેરા લઈ લીધા.

Aditya Narayan-Shweta Agarwal's wedding Pics: જાણીતા ગાયક ઉદિત નારાયણના ગાયક દીકરા અને ઈન્ડિયન આઈડિયલ હોસ્ટ આદિત્ય નારાયણે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરી દીધો છે. 1 ડિસેમ્બરે તેણે પોતાની 10 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે સાત ફેરા લઈ લીધા. કોરોના વાયરસ ગાઈડલાઈનના હિસાબે આ લગ્નમાં ઘણા ઓછા લોકો શામેલ થયા. આદિત્ય અને શ્વેતાના લગ્નના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. બંને ફોટામાં ખૂબ જ સુંદર અને ખુશ દેખાઈ રહ્યા છે.

દીકરાની જાનમાં પિતા ઉદિતે લગાવ્યા જોરદાર ઠુમકા

દીકરાની જાનમાં પિતા ઉદિતે લગાવ્યા જોરદાર ઠુમકા

બંનેના લગ્નના ફોટાને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને નવા સફરની શરૂઆત માટે દિલ ખોલીને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. વાયરલ ફોટામાં ઉદિત નારાયણ અને તેની પત્ની દીપા પણ ખૂબ સુંદર અને ખુશ દેખાઈ રહી છે. પપ્પા ઉદિતે તો દીકરાની જાનમાં જોરદાર ઠુમકા પણ લગાવ્યા જેના ફોટા પણ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે.

પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા આદિત્ય અને શ્વેતા

પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા આદિત્ય અને શ્વેતા

લગ્ન સમયે આદિત્ય અને શ્વેતા બંને પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા. શ્વેતાએ કુંદરની જ્વેલરી સાથે પિક કલરનો લહેંગો પહેર્યો છે જ્યારે આદિત્ય નારાયણે પણ શેરવાની પહેરી છે. હાલમાં જ કપિલ શર્મા શોમાં મહેમાન બનીને આવેલ આદિત્યએ શોમાં ખુલાસો કર્યો હતો કે તે અને શ્વેતા 10 વર્ષથી રિલેશનશીપમાં છે જેને સાંભળીને સૌ ચોંકી ગયા હતા.

'શ્વેતા મારાથી વધુ મારા મમ્પી પપ્પાને પ્રિય'

'શ્વેતા મારાથી વધુ મારા મમ્પી પપ્પાને પ્રિય'

હાલમાં જ રિલેશનશીપને સાર્વજનિક કરનાર આદિત્યએ જણાવ્યુ હતુ કે ફિલ્મ શાપિતના સેટ પર મે પહેલી વાર શ્વેતાને મળ્યો હતો તે મને ખૂબ ગમી હતી. પછી અમે બંને મળવા લાગ્યા અને દોસ્ત બની ગયા પરંતુ થોડા દિવસ બાદ મને અહેસાસ થયો કે આ સંબંધ માત્ર દોસ્તીનો નથી. જો કે શ્વેતાએ કહ્યુ કે અત્યારે આપણી પ્રાથમિકતા કરિયર હોવી જોઈએ અને આના કારણે અમે ક્યારેય પણ ખુલીને કંઈ કહ્યુ નહિ પરંતુ આજે હું કહી શકુ છુ કે મને શ્વેતા જેવી જીવનસાથી મળવાથી હું ખૂબ ખુશ છુ અને ખુદને લકી માનુ છુ. વધુ ખુશી તો એ વાતની છે કે શ્વેતા મારાથી વધુ મારા મમ્મી પપ્પાને પ્રિય છે. અમે 10 વર્ષમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. લગ્ન અમારી વચ્ચે માત્ર એક ઔપચારિકતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X