આદિત્ય પંચોલી કંગના રાણાવત પર કરશે કેસ!

Written By:
Subscribe to Oneindia News

આપ કી અદાલત'માં કંગના રાણાવતે પોતીન પર્સનલ લાઇફ અંગે શોકિંગ માહિતી આપી હતી. આ ઇન્ટરવ્યુમાં તેણે પોતાના પાસ્ટ રિલેશન અંગે ઘણા ખુલાસા કર્યા હતા, જેમાં હૃતિક રોશન અને આદિત્ય પંચોલીનું નામ સૌથી વધારે ચગ્યું. છે. નેપોટિઝમ બાબતે તેણે કરણ જોહર પર પણ નિશાન સાધ્યું હતું. હૃતિક તરફથી તો કંગનાના આ ઇન્ટરવ્યુ પર કોઇ ટિપ્પણી કરવામાં નથી આવી, પરંતુ આદિત્ય પંચોલી કંગનાને આમ છોડે એમ લાગતું નથી. બોલિવૂડ લાઇફ અનુસાર, આદિત્ય પંચોલી કંગના સામે કેસ ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યો છે

કંગના પાગલ છે

કંગના પાગલ છે

આ અંગે વાત કરતાં આદિત્યએ કહ્યું કે, 'કંગના પાગલ છે. શું કરી શકાય? તમે ઇન્ટરવ્યુ જોયો? તમને એવું ન લાગ્યુ જાણે કોઇ પાગલ માણસ વાત કરી રહ્યું હોય? આવી રીતે કોણ વાત કરે? અમે કેટલાયે વખતથી ઇન્ડસ્ટ્રીમાં છીએ, કોઇએ ક્યારેય કોઇના વિશે આટલી ખરાબ વાત નથી કરી.'

આનાથી કંગનાને જ નુકસાન થશે

આનાથી કંગનાને જ નુકસાન થશે

આદિત્યએ આગળ કહ્યું કે, 'મારે શું કહેવું, એ પાગલ છોકરી છે. તમે કાદવમાં પથ્થર ફેંકો તે તમારા જ કપડા ગંદા થાય છે. એ ખોટું બોલી રહી છે અને આથી જ હું તેની વિરુદ્ધ લીગલ એક્શન લઇ રહ્યો છું. બીજાનું તો ખબર નહીં, પરંતુ મારા વિશે એણે ઇન્ટરવ્યુમાં જે કંઇ કહ્યું એ તદ્દન ખોટું છે.'

મને કંગનાની ચિંતા થાય છે

મને કંગનાની ચિંતા થાય છે

એણે સાબિત કરવું પડશે કે, એણે ઇન્ટરવ્યુમાં જે કંઇ કહ્યું એવું મેં કર્યું છે. મારા પરિવાર પર પણ આની ખાસી અસર થઇ છે. હું અને મારી પત્ની એની વિરુદ્ધ લીગલ એક્શન લઇશું. મને દુઃખ થયું છે અને આ આખા વિવાદમાં મને કંગનાની ચિંતા થાય છે. તે ઘણી સારી અભિનેત્રી છે.'

કંગના માટે આખી દુનિયા વિલન છે

કંગના માટે આખી દુનિયા વિલન છે

'ભગવાને એને આટલું બધું આપ્યું છે, એ માટે તેણે ભગવાનનો આભાર માનવો જોઇએ. તેણે હવે લોકો સાથે વધુ સારી અને દયાળુપૂર્ણ રીતે વર્તવું જોઇએ. પરંતુ એ તો એવી રીતે વાત કરે છે, જાણે આખી દુનિયા વિલન છે અને એ એકલી જ સારી છે.'

English summary
Aditya Pancholi called Kangana Ranaut a mad woman and also revealed some shocking details about her.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.