પતિ રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવતા છલકાયુ શિલ્પા શેટ્ટીનુ દુઃખ, કહ્યુ - તોફાન પછી જ..

પતિ રાજ કુંદ્રાને જામીન આપવાની થોડી મિનિટો બાદ જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને જામીન મળી ગયા છે. પૉર્નોગ્રાફી કેસમાં બિઝનેસમેન રાજ કુંદ્રાની 19 જુલાઈ, 2021ના રોજ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. 19 જુલાઈથી રાજ કુંદ્રા જેલમાં હતા ત્યારબાદ સોમવારે (20 સપ્ટેમ્બર) મુંબઈની અદાલતે તેમને જામીન આપ્યા છે. 50000 રૂપિયાના મુચરકા પર રાજ કુંદ્રાને જામીન મળી ગયા છે. પોતાના પતિ રાજ કુંદ્રાને જામીન આપવાની થોડી મિનિટો બાદ જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. શિલ્પા શેટ્ટીએ લખ્યુ છે કે, 'એક ખરાબ તોફાન બાદ પણ સુંદર વસ્તુઓ થઈ શકે છે.'

રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવતા જ શિલ્પાએ કહી આ વાત

રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવતા જ શિલ્પાએ કહી આ વાત

શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રાના જામીનના સમાચાર આવ્યાની થોડી મિનિટો પછી જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ઈમોશનલ પરંતુ પૉઝિટિવ પોસ્ટ શેર કરી છે. શિલ્પાની પોસ્ટને જોઈને એવુ લાગે છે કે તેણે રાહતના શ્વાસ લીધા છે. શિલ્પાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઈન્દ્રધનુષના ફોટાસાથે એક લેખકનુ કૉટેશન શેર કર્યુ છે જેના પર લખ્યુ હતુ - 'ઈન્દ્રધનુષના અસ્તિત્વથી એ સાબિત થાય છે કે એક ખરાબ તોફાન પછી પણ સુંદર વસ્તુઓ થઈ શકે છે.'

રાજ કુંદ્રા જેલમાં ગયા પછી શિલ્પા માટે હતો મુશ્કેલીનો સમય

રાજ કુંદ્રા જેલમાં ગયા પછી શિલ્પા માટે હતો મુશ્કેલીનો સમય

પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી માટે સમય ઘણો મુશ્કેલીભર્યો હતો. શિલ્પા માટે છેલ્લા બે મહિના કોઈ તોફાનથી કમ નહોતો. શિલ્પા આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી ટીકા પણ થઈ. જો કે શિલ્પાના ફેન્સે તેને આ મુશ્કેલીના સમયમાં ઘણો સપોર્ટ પણ કર્યો છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી.

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયાથી ગાયબ

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયાથી ગાયબ

પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી લગભગ એક મહિના માટે સોશિયલ મીડિયાથી ગાયબ થઈ ગઈ હતી. શિલ્પાએ લગભગ એક મહિનાથી સોશિયલ મીડિયા પર કોઈ પણ અપડેટ નાખી નહોતી. જો કે શિલ્પાએ કમ બેક કરીને ડાંસિંગ રિયાલિટી શો સુપર ડાંસરમાં જજની ભૂમિકામાં વાપસી કરી. શિલ્પાએ 4 સપ્તાહ સુધી આ શોનુ શૂટિંગ કર્યુ નહોતુ.

રાજ કુંદ્રા સામે ક્રાઈમ બ્રાંચે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી

રાજ કુંદ્રા સામે ક્રાઈમ બ્રાંચે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી

સોમવાર(20 સપ્ટેમ્બર) મુંબઈની અદાલતે રાજ કુંદ્રાને પૉર્નોગ્રાફી કેસમાં 50,000 રૂપિયાના મુચરકા પર જામીન આપ્યા. રાજ કુંદ્રાના વકીલ નિરંજન મુંદરગીએ કહ્યુ, 'અમે અદાલત સામે રજૂ કર્યુ હતુ કે કેસમાં આરોપનામુ દાખલ કરવામાં આવ્યુ છે અને માટે અમને હવે જામીન માટે દાખલ કરી રહ્યા છે જેને અદાલતે મંજૂર કરી દીધુ છે.' આ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રા સામે અશ્લીલ ફિલ્મ કેસમાં એસ્પ્લેનેડ કોર્ટ સમક્ષ 1500 પાનાંનુ પૂરક આરોપનામુ રજૂ કર્યુ. મુંબઈ પોલિસ દ્વારા ગુરુવારે શેર કરવામાં આવેલ માહિતી મુજબ 1500 પાનાંની ચાર્જશીટમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X