જૂનિયર NTR બાદ હવે રામ ચરણ સાથે રોમાન્સ કરતી જોવા મળશે જ્હાન્વી કપૂર
બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર બહુ ઝડપથી બોલિવૂડમાં પોતાનું કદ મોટુ કરી રહી છે. બહુ ઓછા સમયમાં મોટી સફળતા મેળવનારી જ્હાન્વી કપૂર એક પછી એક મોટા પ્રોજેક્ટ પોતાના નામે કરી રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે જૂનિયર એનટીઆર સાથે ફિલ્મમાં જોવા મળવાની છે. હવે જ્હાન્વીના ખાતામાં વધુ એક મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે.

બીજી તરફ સુપરસ્ટાર રામ ચરણ RRR પછી ડિરેક્ટર શંકરની આગામી ફિલ્મ ગેમ ચેન્જરમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હાલમાં શૂટિંગ સ્ટેજ પર છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર રામ ચરણ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મ બાદ તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળશે.
રામ ચરણની આગામી ફિલ્મ RC 16 ની હાલ ઘણી ચર્ચા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નિર્દેશક બૂચી બાબુ સાના રામ ચરણની આગામી ફિલ્મ RC 16 બનાવી રહ્યા છે. મેકર્સે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ માટે અભિનેત્રી જ્હાન્વી કપૂરનો સંપર્ક કર્યો છે. ચર્ચા છે કે જ્હાન્વી કપૂર પણ રામ ચરણની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે. જો જ્હાન્વી આ ફિલ્મ સાઈન કરે છે તો આ જ્હાન્વી કપૂરની આગામી સાઉથ ફિલ્મ હશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆરની આગામી ફિલ્મની શરૂઆત થોડા દિવસ પહેલા જ થઈ છે. આ ફિલ્મની મુહૂર્ત દરમિયાન જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂરના ફોટા વાયરલ થયા હતા. જુનિયર એનટીઆરની ફિલ્મ એનટીઆર 30 દિગ્દર્શક કોરતાલા સિવાના નિર્દેશનમાં બની રહી છે.
જો આપણે રામ ચરણની આગામી ફિલ્મ આરસી 16 વિશે વાત કરીએ તો તે ડિરેક્ટર બુચી બાબુ સનાની ફિલ્મ છે. આ એક ગ્રામીણ ડ્રામા ફિલ્મ હશે. જેમાં રામ ચરણની દેશી સ્ટાઈલ જોવા મળશે.












Click it and Unblock the Notifications
