ઐશ સાથે અભિષેક પણ હશે બેમિસાલની રીમેકમાં !
મુંબઈ, 27 ઑક્ટોબર : આ વાત તો આપ જાણી જ ગયાં છો કે બૉલીવુડના વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય કરણ જૌહરની બેમિસાલ (રીમેક) દ્વારા કમબૅક કરવાનાં છે. માતા બન્યા બાદ બૉલીવુડમાં પોતાની બીજી ઇનિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે ઐશ, પરંતુ સૂત્રોએ જણાવ્યું કે ઐશ જ નહિં, પણ કરણ જૌહરની આ ફિલ્મમાં ઐશના પતિ અભિનેતા અભિષેક બચ્ચન પણ મુખ્ય રોલમાં નજરે પડી શકે છે.

ફ્રેશ માહિતી મુજબ કરણ જૌહર 1982માં રિલીઝ થયેલ ફિલ્મ બેમિસાલની રીમેક બનાવવા માંગે છે. તે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રાખી અને વિનોદ મહેરા મુખ્ય ભૂમિકામાં હતાં. હવે બેમિસાલની રીમેકમાં કરણ જૌહર અમિતાભના વહુ એટલે કે ઐશ્વર્યા રાયને કાસ્ટ કરવા માંગે છે. જો આ વાત સાચી હોય તો માતા બન્યા બાદ ઐશની આ પ્રથમ ફિલ્મ હશે એટલે કે બૉલીવુડમાં બીજી ઇનિંગ. સાથે જ એમ પણ જાણવા મળે છે કે ઐશ સાથે તેમના હબી એટલે કે અભિષેક બચ્ચન પણ ફિલ્મમાં દેખાઈ શકે છે.
કહી શકાય કે અમિતાભનું પાત્ર અભિષેક અને રાખીનું પાત્ર ઐશ જ ભજવશે. હવે વિનોદ મહેરાના પાત્ર માટે કરણ જૌહર કોની પસંદગી કરે છે, તેનો ખુલાસો તો ત્યારે જ થશે કે જ્યારે કરણ પોતે આ ફિલ્મ અંગે કોઈ નિવેદન આપે. હાલ તો આ તમામ માત્ર અટકળો જ છે.












Click it and Unblock the Notifications
