ઇવેન્ટની સ્ટાર હતી અનુષ્કા, લાઇમલાઇટ લઇ ગયા SRK-એશ!

Written By:
Subscribe to Oneindia News

એક જ છત નીચે તમામ મોટા બોલિવૂડ સિતારાઓનો મેળાવડો જામે, એવું રોજ રોજ નથી થતું. થોડા કલાકો પહેલાં જ 'વૉગ વુમન ઓફ ધ યર એવોર્ડ' સમારંભ યોજાયો હતો. જ્યાં એક જ છત નીચે અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ જોવા મળ્યા હતા. અહીં ઐશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાનથી માંડીને આથિયા શેટ્ટી, અર્જુન કપૂર સુધીના તમામ સિતારાઓ જોવા મળ્યા હતા.

શાહરૂખ, ગૌરી અને ઐશ્વર્યા

શાહરૂખ, ગૌરી અને ઐશ્વર્યા

અહીં શાહરૂખ ખાન અને ગૌરી ખાને ઐશ્વર્યા સાથે ફોટો પડાવ્યો હતો. લાંબા સમય બાદ શાહરૂખ અને ઐશ્વર્યા એક ફ્રેમમાં જોવા મળ્યા, વળી અહીં ગૌરી ખાન અને ઐશ્વર્યા એકબીજા સાથે ખાસો સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

દેવદાસ અને પારો

દેવદાસ અને પારો

અહીં મીડિયા માટે શાહરૂખ ખાન અને ઐશ્વર્યાએ સાથે તસવીર માટે પોઝ પણ આપ્યો હતો. 'દેવદાસ' ફિલ્મ બાદ લાંબા ગાળે આ જોડી ગત વર્ષે કરણ જોહરની એ દિલ હે મુશ્કિલમાં મોટા પડદે જોવા મળી હતી, આ ફિલ્મમાં શાહરૂખનો ગેસ્ટ એપિરિયન્સ હતો. એશ અને શાહરૂખ એક ફ્રેમમાં જોવા મળતા તેમના ફેન્સ ક્રેઝી થઇ ગયા હશે.

એશને મળ્યો આ એવોર્ડ

એશને મળ્યો આ એવોર્ડ

સોશિયલ મીડિયા પર હાલ એશનો વોગ એવોર્ડ્સનો લૂક છવાયેલો છે. લોકોને તેનો આ લૂક ખૂબ પસંદ પડી રહ્યો છે. અહીં ઐશ્વર્યાને 'વોગ ઇન્ફ્લૂએન્સર ઓફ ધ ડીકેડ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.

એન્ટરટેઇનર ઓફ ધ ડીકેડ

એન્ટરટેઇનર ઓફ ધ ડીકેડ

બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને 'એન્ટરટેઇનર ઓફ ધ ડીકેડ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં તમામ સેલિબ્રિટીઝ પોતાના બેસ્ટ એવતારમા જોવા મળ્યા હતા, આમ છતાં શાહરૂખ અને ઐશ્વર્યા પર જ જાણે સૌનું ફોકસ હતું. હાલ સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

અનુષ્કા શર્મા, રાધિકા આપ્ટે

અનુષ્કા શર્મા, રાધિકા આપ્ટે

આ ઇવેન્ટની સ્ટાર હતી સુંદર બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા. તેને 'વોગ એન્ડ બીએમડબલ્યુ ગેમ ચેન્જર ઓફ ધ યર' એવોર્ડ એનાયત થયો હતો. તે અહીં સિલ્વર ગાઉનમાં જોવા મળી હતી, જ્યારે રાધિકા આપ્ટે શિમરી વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી.

ટ્વીંકલ ખન્ના

ટ્વીંકલ ખન્ના

ટ્વીંકલ ખન્ના અહીં રેડ હોટ ગાઉનમાં જોવા મળી હતી. તેને 'વોગ એપિનિયન મેકર ઓફ ધ યર એવોર્ડ' એનાયત થયો હતો. એક્ટ્રેસમાંથી ઓથર બનેલ ટ્વીંકલ ખન્ના પોતાના બોલ્ડ ઓપિનિયન આપવા માટે જાણીતી છે.

ફેશનિસ્ટા સોનમ કપૂર

ફેશનિસ્ટા સોનમ કપૂર

બોલિવૂડની ફેશનિસ્ટા સોનમ કપૂર અહીં ડાર્ક ગ્રીન કલરના ગાઉનમાં જોવા મળી હતી. તેણે અહીં પપ્પા અનિલ કપૂર અને ભાઇ અર્જુન કપૂર સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સોનમ કપૂરને 'વોગ એન્ડ આઇડબલ્યુસી ફેશન આઇકોન ઓફ ધ યર' એવોર્ડ એનાયત થયો હતો.

Epic Click!

Epic Click!

અહીં એક જ તસવીરમાં શ્વેતા નંદા, શાહરૂખ ખાન, ગૌરી ખાન અને કરણ જોહર જોવા મળ્યા હતા. આટલા બધા લોકોને એક ફ્રેમમાં લાવવાનું કામ તો કરણ જોહર જ કરી શકે. તેણે જ આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

આથિયા શેટ્ટી, અદિતિ રાવ હૈદરી, કૃતિ સેનન

આથિયા શેટ્ટી, અદિતિ રાવ હૈદરી, કૃતિ સેનન

આથિયા શેટ્ટી અહીં લાલ રંગના નેટ ગાઉનમાં જોવા મળી હતી. અદિતિ રાવ હૈદરીએ આ ઇવેન્ટ માટે ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળા પિંક ગાઉન પર પસંદગી ઉતારી હતી, તો કૃતિ સેનન બ્લેક કલરના ગાઉનમાં ખૂબ હોટ લાગી રહી હતી.

English summary
Aishwarya Rai Bachchan bonds with Shahrukh Khan and Gauri Khan as the trio was spotted at the Vogue Women Of The Year Awards. See their pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.