'લાલ બાગના રાજા'ના આશીર્વાદ લેવા પહોંચી ઐશ્વર્યા
હાલના દિવસોમાં ઐશ્વર્યા રાયની લોકપ્રિયતા અને સુંદરતા તમામ બોલિવૂડ એક્ટ્રેસિસ પર ભારે પડી રહી છે. જ્યારે પણ ઐશ્વર્યા ઘરની બહાર પગ મુકે કે તેની તસવીરો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર છવાઇ જાય છે. ઐશ્વર્યા બોલિવૂડની એવી એક્ટ્રેસિસમાંની એક છે, જેના ચહેરા પર ઉંમરની અસર વર્તાતી નથી. હાલમાં જ ઐશ્વર્યા મુંબઇ ખાતે 'લાલ બાગના રાજા'ના દર્શને પહોંચી હતી અને અત્યંત સુંદર લાગી રહી હતી.

લાલ બાગ કા રાજા
લાલ સાડીમાં ગણપતિના આશીર્વાદ લેવા પહોંચેલ ઐશ્વર્યા અત્યંત સુંદર લાગી રહી હતી. ઐશ્વર્યાને જોયા બાદ તેના ચહેરા પરથી નજર ખસેડવી મુશ્કેલ છે. આ તસવીરો જોયા બાદ તમે પણ એ વાત માની જશો. 'લાલ બાગના રાજા'ના દર્શને પહોંચેલી ઐશ્વર્યાને જોઇને ત્યાં હાજર લોકો અત્યંત આનંદિત થઇ ગયા હતા.

અભિષેક બચ્ચન
થોડા દિવસ પહેલાં અભિષેક બચ્ચન પણ પિતા અમિતાભ સાથે 'લાલ બાગના રાજા'ના દર્શને પહોંચ્યો હતો. ત્યારે અભિષેક બચ્ચન સાથે ઐશ્વર્યા ગણપતિ બાપાના આશીર્વાદ લેવા કેમ ન પહોંચી એ અંગે અનેક સવાલો થયા હતા. દર વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે જ ગણપતિના દર્શન માટે આવે છે.

સબ્યસાચીની લાલ સાડી
ઘણી ફીમેલ ફેન્સને ઐશ્વર્યા રાયની ગોલ્ડન બોર્ડરવાળી આ ડીપ રેડ સાડી ખૂબ પસંદ પડી હશે. તેમને જણાવી દઇએ કે આ ડિઝાઇનર સબ્યસાચીના કલેક્શનની સાડી છે, જેની સાથે ઐશ્વર્યાએ ગોલ્ડન ઇયરરિંગ્સ અને હાથમાં લાલ અને ગોલ્ડન બંગડી પહેરી હતી.

ઐશ્વર્યાનો હીરો રાજકુમાર રાવ
ઐશ્વર્યા રાય બચ્ચન રાકેશ ઓમ પ્રકાશ મેહરાની ફિલ્મ 'ફન્ને ખાન'માં જોવા મળનાર છે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર પણ છે. 'ફન્ને ખાન'માં ઐશ્વર્યાના હીરો તરીકે આર.માધવનનું નામ ચર્ચામાં હતું, પરંતુ તાજેતરની જાણકારી અનુસાર માધવને આ ફિલ્મ માટે મોટી રકમ માંગતા તેના સ્થાને રાજકુમાર રાવને લેવામાં આવ્યો છે.

બોડી શેમિંગનો વિષય
આ ફિલ્મમાં બોડી શેમિંગ પર રોક લગાવવા માટે એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે, જે ઐશ્વર્યા માટે ખૂબ સંવેદનશીલ વિષય છે. પ્રેગનેન્સી બાદ વજન વધવાને કારણે ઐશ્વર્યા પણ બોડી શેમિંગનો શિકાર બની ચૂકી છે અને આથી જ તેણે આ ફિલ્મ તુરંત સાઇન કરી લીધી હતી.

શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે
ઐશ્વર્યા અને અનિલ કપૂર આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી ચૂક્યાં છે. બંને 17 વર્ષ પછી એકસાથે મોટા પડદે જોવા મળશે. રાજકુમાર રાવ પણ આ ફિલ્મ અંગે અતિ ઉત્સાહિત છે. 'ફન્ને ખાન' એક ડચ ફિલ્મ 'Everybody's Famous' પરથી પ્રેરિત છે.