આટલી હસ્તિઓના પ્રેમમાં પડી ચુકી છે ઐશ્વર્યા રાય, એક પર તો મારપીટનો આરોપ લગાવ્યો હતો!

વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન ધરાવે છે. ઐશ્વર્યાના સ્ટારડમથી દરેક જણ વાકેફ છે, જેણે પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા.

વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન ધરાવે છે. ઐશ્વર્યાના સ્ટારડમથી દરેક જણ વાકેફ છે, જેણે પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. ઐશ્વર્યાએ 1997માં મણિરત્નમની ફિલ્મ 'ઈરુવર'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા' હતી, જેમાં હીરો બોબી દેઓલ હતો. વર્ષ 1999માં રિલીઝ થયેલી હમ દિલ દે ચૂકે સનમ તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ ફિલ્મ પછી ઐશ્વર્યાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ઐશ્વર્યાની પ્રોફેશનલ લાઈફની વારંવાર ચર્ચા થતી રહે છે. આજે અમે તમને ઐશ્વર્યા રાયની લવ લાઈફ વિશે જણાવીશું. અભિષેક બચ્ચન સાથે લગ્ન કરતા પહેલા ઐશ્વર્યાનું દિલ પણ આ સેલિબ્રિટીઓ માટે ધડક્યું છે.

રાજીવ મૂળચંદાની

રાજીવ મૂળચંદાની

તેના મોડલિંગના દિવસોમાં ઐશ્વર્યાનું દિલ રાજીવ મૂળચંદાની પર આવી ગયું હતું. એવું કહેવાય છે કે જ્યારે ઐશ્વર્યા તેની કારકિર્દીની શરૂઆત કરી રહી હતી ત્યારે તેણે રાજીવને ડેટ કરી હતી. રાજીવ તેના સમયના જાણીતા મોડલ રહ્યા છે. બંનેનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ટૂંક સમયમાં જ બંને અલગ થઈ ગયા.

હેમંત ત્રિવેદી

હેમંત ત્રિવેદી

જાણીતા ફેશન ડિઝાઈનર હેમંત ત્રિવેદીએ પણ ઐશ્વર્યા રાયના જીવનમાં પ્રવેશ કર્યો હતો. કહેવાય છે કે ઐશ્વર્યાએ હેમંતને પ્રેમ કર્યો હતી. હેમંતે એ ગાઉન તૈયાર કર્યું હતું જે પહેરીને ઐશ્વર્યાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના

ઐશ્વર્યાનું નામ બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના સાથે પણ જોડાયેલું છે. બંનેએ 'આ અબ લૌટ ચલેં' અને 'તાલ' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમના અફેરને લઈને ઘણી ચર્ચા થઈ હતી પરંતુ ટૂંક સમયમાં જ તેમના રસ્તા અલગ થઈ ગયા.

સલમાન ખાન

સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો વિશે દરેક વ્યક્તિ વાકેફ છે. એક સમયે બંનેનું અફેર ચર્ચામાં હતું. સલમાન અને ઐશ્વર્યાએ વર્ષ 1999માં ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સાથે કામ કર્યું હતું. કહેવાય છે કે બંનેનું અફેર લગભગ ત્રણ વર્ષ સુધી ચાલ્યું હતું. બંનેના પ્રેમે ઘણી ચર્ચાઓ જગાવી પરંતુ ટૂંક સમયમાં આ સંબંધનો પણ અંત આવી ગયો હતો. સંબંધો તૂટ્યા બાદ ઐશ્વર્યાએ સલમાન પર મારપીટ, દુર્વ્યવહાર જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.

વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોય

ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેના અફેરના સમાચાર ચર્ચામાં હતા. કહેવાય છે કે સલમાન ખાનને આ સંબંધથી પરેશાની હતી અને તે વિવેકને ઐશ્વર્યાથી દૂર રહેવાની સલાહ આપતો હતો. વિવેક અને ઐશ્વર્યાના રસ્તા પણ જલ્દી અલગ થઈ ગયા.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

એપ્રિલ 2007માં ઐશ્વર્યાએ અભિષેક સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે વર્ષ 2004માં ફિલ્મ 'ધૂમ'ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે નિકટતા આવી અને પછી બંનેએ આ સંબંધને આગળ વધાર્યો અને લગ્ન કરી લીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X