Pics : ફિલ્મોથી દૂર, પણ ઇન-ડિમાંડ છે ઐશ્વર્યા રાય!
મુંબઈ, 24 માર્ચ : ભલે બૅબી આરાધ્યાના કારણે તેની મમ્મી અને બૉલીવુડની આદર્શ બચ્ચન બહુ ઐશ્વર્યા રાય હાલ ફિલ્મોથી દૂર હોય, પણ તેઓ સતત ઇવેંટ્સ અને જાહેર ખબરોમાં સક્રિય છે કે જેથી તેમની લોકપ્રિયતા અને માંગમાં કોઈ કમી નથી આવી. જાણીતી પ્રોડક્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર ઐશ્વર્યા રાય તાજેતરમાં જ પાટનગર દિલ્હી ખાતે કલ્યાણ જ્વૅલર્સના ત્રણ નવા શો રૂમ્સનું ઉદ્ઘાટન કરતાં નજરે પડ્યાં. ઐશ્વર્યા રાય કલ્યાણ જ્વૅલર્સના બ્રાન્ડ એમ્બ્સેડર છે.
નોંધનીય છે કે કલ્યાણ જ્વૅલર્સે પાટનગર દિલ્હી ખાતે પીતમપુરા, ડિફેન્સ કૉલોની અને કરોલબાગમાં ત્રણ શો રૂમ્સ ખોલ્યાં છે અને ઐશે શનિવારે તેમનો શુભારંભ કરાવ્યો. કલ્યાણ જ્વૅલર્સના મૅનેજિંગ ડિરેક્ટર ટી. એસ. કલ્યાણરમને એક નિવેદનમાં જણાવ્યું - દિલ્હીમાં અમારા સ્ટોરની લૉન્ચિંગ આ ગતિશીલ બજારના મહત્વને રેખાંકિત કરે છે. અમને આશા છે કે દિલ્હી સાથે કલ્યાણ જ્વૅલર્સની પૂર્વનિર્ધારિત મુલાકાત બ્રાન્ડ અને તેના અદ્વિતીય આભૂષણ સંગ્રહના વખાણને વધુ વધારશે.
તેમણે જણાવ્યું કે પેડેંટ, બુટ્ટીઓ તથા ચુડીઓ જેવી દરરોજ પહેરવામાં આવતી જ્વૅલરીથી માંડી સમારંભોમાં પહેરાતા સોના અને હીરાના શાનદાર સેટ આ શો રૂમમાં ઉપલબ્ધ છે. ઐશ્ર્યા રાયની ટેલીવિઝન પર આવતી કલ્યાણ જ્વૅલર્સની જાહેરખબર બહુ લોકપ્રિય થઈ ગઈ છે અને મહિલાઓ વચ્ચે કલ્યાણ જ્વૅલર્સ ઉત્સુકતા વધી છે.
ચાલો જોઇએ તસવીરો અને જાણીએ વધુ વિગતો :

ઐશે કર્યું ઉદ્ઘાટન
ઐશ્વર્યા રાય પાટનગર દિલ્હીમાં કલ્યાણ જ્વૅર્સના ત્રણ નવા શો રૂમ્સનું ઉદ્ઘાટન કરતે નજરે પડ્યાં.

ઐશ છે બ્રાન્ડ એમ્બેસેડર
ઐશ્વર્યા રાય કલ્યાણ જ્વૅલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમની જાહેરખબર ખૂબ જ લોકપ્રિય બની છે.

ઐશ પણ ફૅન
ઐશ્વર્યા રાયે આ પ્રસંગે કલ્યાણ જ્વૅલર્સના વખાણ કર્યાં.

ઐશનો જાદૂ
ઐશના કારણે જ મહિલાઓ વચ્ચે કલ્યાણ જ્વૅલર્સ અંગે ઉત્સુકતા વધી છે.

ઐશની પસંદ
ઐશ્વર્યા રાયને પણ કલ્યાણ જ્વૅલર્સના દાગીના બહુ ગમે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
