• search

એક નજર : જુઓ આ છે બૉલીવુડના Future Stars

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 14 નવેમ્બર : બૉલીવુડ હંમેશાથી એક સપના જેવુ લાગે છે. બધુ જ પરફેક્ટ. બધુ જ સેટલ્ડ, જિંદગી લાગે છે એક લાંબી હૉલીડે અને જેમ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર અને ટીચરની દીકરી ટીચર જ હોય, તેમ સેલિબ્રિટીના સંતાનો સેલિબ્રિટી.

  ચાલો આપની મુલાકાત કરાવીએ બૉલીવુડના ભાવિ સ્ટાર્સ સાથે. જો પોતાના મમ્મી-પપ્પા તથા ફૅમિલીની જેમ તેમનામાં એટલી જ ટૅલેંટ તથા પોતાના કામ પ્રત્યે તેટલી જ ધગશ રહે, તો તેઓ પણ બની શકે છે પોતાના મમ્મી-પપ્પાની જેમ સુપર સ્ટાર. તેમાંના કેટલાકે તો ક્યાંકને ક્યાંક પોતાની ટૅલેંટ બતાવી પણ છે. હવે કંઈ પણ કહો, તેઓ છે તો બાળકો જ ને. તો દરેક બાળકની જેમ આ સ્ટાર કિડ્સ પણ તેટલા જ ભોળા અને માસૂમ હોય છે. તેમની શરારરતો તથા હાવભાવ જોઈ આપને પણ એમ જ લાગશે કે બાળકો સૌની આંખોના તારા હોય છે. એટલે જ તો આ બાળકો સાથે હોવા દરમિયાન આ સ્ટાર્સ જાહેરમાં તેઓ બાળકો સાથે કરતા વર્તન દરમિયાન કેવા લાગશે, કોણ જોઈ રહ્યુ છે, તે બધુ ભાન ભુલી જાય છે.

  ચાલો મળો બૉલીવુડના આ ફ્યૂચર સ્ટાર્સને :

  અબરામ

  અબરામ

  જ્યારથી અબરામે શાહરખ ખાન સાથે હૅપ્પી ન્યુ ઈયર દ્વારા ડેબ્યુ કર્યુ છે, ત્યારથી તેઓ મીડિયાની આંખોના તારા બની ગયા છે. જોકે પાપા શાહરુખ પણ આપણા ફૅવરિટ છે.

  હૃહાન-હૃદાન

  હૃહાન-હૃદાન

  હૃતિક-સુઝાન જુદા થવાની અસર આ બાળકો પર ક્યારેય ન દેખાઈ. આ વાત મીડિયા પણ માને છે, પરંતુ આ બંને બાળકો બૉલીવુડ સ્ટાર ન બને, તો થોડુક વિચિત્ર ગણાશે.

  વિવાન

  વિવાન

  મમ્મી શિલ્પાના લુક્સ અને પાપા રાજની સ્માર્ટનેસ જો વિવાને લીધી હોય, તો પછી વિવાનનો ભાવિ ભાંખવાની ક્યાં જરૂર છે?

  આરાધ્યા

  આરાધ્યા

  અબરામ પહેલા મીડિયાનું તમામ ફોકસ આરાધ્યા પર હતું. અભિષેક અને ઐશ્વર્યાની આ દીકરીનો સૌને ઇંતેજાર રહેશે.

  આન્યા-ઝાર-દીવા

  આન્યા-ઝાર-દીવા

  આ તિગડી આગળ ચાલી જ્યારે કમાલ કરશે, ત્યારે કરશે. હાલ તો આ ત્રણેએ મમ્મી ફરાહની નાકે દમ કર્યો છે.

  ઝેક-જીન જો

  ઝેક-જીન જો

  અરશદ વારસીના બાળકો બહુ ક્યૂટ છે. સાંભળ્યુ છે કે પુત્ર ઝેકમાં તો પપ્પાના ડાન્સિંગ સ્કિલ્સ ભર્યા પડ્યા છે.

  આઝાદ

  આઝાદ

  આમિરનો ચહેરો જોઈ આપણા મોઢેથી નિકળશે વાહ... આ બાળક પણ પરફેક્શનિસ્ટ નિકળે, તો કિરણ રાવ હેરાન થઈ જશે.

  નિવાન

  નિવાન

  સોનૂ નિગમના આ ક્યૂટ દીકરાએ કોલાવેરીનું ચાઇલ્ડ વર્ઝન ગાઈ સિંગિંગ ડેબ્યુ કરી લીધું છે. નિવાનનું કોલાવેરી વર્ઝન ખૂબ જ સૂરીલુ છે.

  રાયન અને અઈન

  રાયન અને અઈન

  માધુરી દીક્ષિતના બંને દીકરાઓ પર અભ્યાસનું દબાણ છે. હવે પપ્પા ડૉક્ટર હોય, તો શું થાય. જોકે સાંભળ્યુ છે કે વિદેશમાં રહેવા દરમિયાન આ બંને બાળકોને પણ ખબર નહોતી કે તેમની મમ્મી ચીઝ ક્યા હૈ?

  અરહાન

  અરહાન

  અરબાઝ અને મલાઇકાનો દીકરો અરહાન સૌની આંખનો તારો છે. જોકે અરહાનને ક્યારેય આટલુ ઍટેંશન નથી મળ્યું.

  સમાયરા અને કિયાન

  સમાયરા અને કિયાન

  સમાયરા કરીનાની ફૅવરિટ છે અને કિયાન કરિશ્માની. કરિશ્માના આ બંને બાળકોને કદાચ કોઈ ટેંશન નહીં હોય.

  અયાન

  અયાન

  ઇમરાન હાશમીનો દીકરો અયાન ક્યૂટ લાગે છે. ફિલ્મોમાં ચોક્કસ જામશે.

  ઇકરા-શાહરાન

  ઇકરા-શાહરાન

  સંજય દત્તના આ બંને ટ્વિન્સ પપ્પા સાથે મૅચ નથી થતા અને આ બાબતે સંજૂ દુઃખી છે. જોકે સંજયે એટલુ ભોગ્યુ છે કે આ બાળકો જરાય પણ અવળા રસ્તે નહીં ચઢે.

  નીસા-યુગ

  નીસા-યુગ

  કાજોલના આ બાળકો પણ લાઇમલાઇટથી દૂર છે. કાજોલે તેમના ઉછેર માટે ફિલ્મોથી બ્રેક લઈ રાખ્યું છે. આશા છે કે આ બંને પણ મમ્મી-પપ્પાની જેમ ટૅલેંટેડ નિકળશે.

  ભાવિ ઇમરાન

  ભાવિ ઇમરાન

  આમનું તો હજુ નામકરણ પણ નથી થયું. આ નવજાત બાળક છે ઇમરાન ખાનનું.

  English summary
  As India celebrates Childrens Day we bring you to children from the Bollywood clan who have everything to be the future stars.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more