અજય અને સોનાક્ષી બન્યાં 2012ના સૌથી ખરાબ એક્ટર
મુંબઈ, 1 એપ્રિલ : અજય દેવગણ કે જેમની ફિલ્મોએ ગત વર્ષે બૉક્સ ઑફિસે સારી એવી કમાણી કરી હતી, તેમને આ વર્ષનો સૌથી ઘટિયા એક્ટરના ઍવૉર્ડથી નવાજવામાં આવ્યું છે. સાથે જ સોનાક્ષી સિન્હાને ઘટિયા એક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો છે. સોનાક્ષીને આ ઍવૉર્ડ રાઉડી રાઠોડ, દબંગ 2 અને સન ઑફ સરદાર જેવી હિટ ફિલ્મો માટે અપાયો છે.

અજય દેવગણ તથા સોનાક્ષી સિન્હાને આ ઍવૉર્ડ મળ્યો છે ગોલ્ડન કેળું ઍવૉર્ડ દરમિયાન. ગોલ્ડન કેળું ઍવૉર્ડના સંસ્થાપક જતિન વર્મા છે અને તેમણે આ ઍવૉર્ડ ફંક્શન દરમિયાન જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વરસથી આ ઍવૉર્ડ ફંક્શન યોજી રહ્યાં છે અને તે પણ માત્ર એટલા માટે, કારણ કે તેઓ સિનેમા સાથે પ્રેમ કરે છે.
અજય દેવગણ ઉપરાંત શાહરુખ ખાનને સુપરહિટ ઑફ ધ ઈયર કેળું ઍવૉર્ડ મળ્યો છે, કારણ કે તેમણે વર્ષ 2012માં ફરાહ ખાનના પતિ શિરીષ કુન્દરને તમાચો માર્યો હતો. શિરીશ કુન્દરની જ ફિલ્મ જોકરને સૌથી ખરાબ ફિલ્મનો કેળું ઍવૉર્ડ મળ્યો છે અને સલમાન ખાનની ફિલ્મ દબંગ 2ને સૌથી ખરાબ સિક્વલનો ઍવૉર્ડ મળ્યો છે. આ સાથે જ ભટ્ટ કૅમ્પને સૌથી ખરાબ તથા અકળાવનારી હૉરર ફિલ્મો બનાવવા માટેનો ગોલ્ડન કેળું ઍવૉર્ડ અપાયો છે.
નોંધનીય છે કે ગોલ્ડન કેળું ઍવૉર્ડ છેલ્લા પાંચ વર્ષોથી અપાય છે. ગોલ્ડન કેળુ ઍવૉર્ડ ગોલ્ડન રૅસ્પબેરી ઍવૉર્ડ પર આધારિત છે. ગોલ્ડન કેળું ઍવૉર્ડના સંસ્થાક જતિને મીડિયાને જણાવ્યું કે તેઓ આ ઍવૉર્ડ વડે પસા નથી કમાવતાં, પણ માત્ર સિનેમા સાથે પ્રેમ કરવાના કારણે જ તેઓ દર વર્ષે આ ઍવૉર્ડ આપે છે. આ ઍવૉર્ડ ફંક્શન દરમિયાન બૉલીવુડની સૌથી ખરાબ ફિલ્મો તથા સૌથી ખરાબ એક્ટરો-એક્ટ્રેસોને ઍવૉર્ડ અપાય છે.












Click it and Unblock the Notifications
