Trailer : ‘યા રબ’માં આતંકવાદ વિરુદ્ધ જિહાદ છેડશે એજાઝ
મુંબઈ, 23 જાન્યુઆરી : યા રબ ફિલ્મ ઇસ્લામના નામે આતંકવાદનું સમર્થન કરનાર તત્વો સામે બ્યુગલ ફૂંકશે. કુરાનમાં ક્યાંય આતંકવાદને સમર્થન આપવામાં આવ્યું નથી, પરંતુ કેટલાંક સ્વાર્થી તત્વો તેનો આસરો લઈ હિંસા આચરે છે અને તેવા લોકોના કારણે એક ધર્મ કલંકિત થાય છે.
બિગ બૉસ 7 ફૅમ એજાઝ ખાન યા રબ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યાં છે. એજાઝ એક ઈનામદાર એટીએસ ઑફિસર રણવિજય સિંહની ભૂમિકા ભજવી રહ્યાં છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા મંઝર સેહબાઈ પણ પોતાની ટૅલેંટ બતાવશે કે જેમને બોલ ફિલ્મ માટે વખાણ મળ્યા હતાં. ઉપરાંત મૌલાના જિલાનીનો રોલ અખિલેન્દ્ર મિશ્રા કરી રહ્યાં છે. મૌલાના જિલાનીના અસહાય મોટા ભાઈ મૌલાના ઇકરામની ભૂમિકા ભજવી રહ્યાં છે રાજૂ ખેર.
ટ્રૂ ફિલ્મ્સ નિર્મિત યાર રબ ફિલ્મમાં વિક્રમ સિંહ, અર્જુમન મોઘલ, કિશોરી સહાણે પણ છે. યા રબ ફિલ્મ વિશેષ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આગામી 7મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. હાલ તો તો ફિલ્મનું ટ્રેલર માણો.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/mG8EX4tei78" frameborder="0" allowfullscreen></iframe></center>