અક્ષય કુમારના દીકરા આરવને એરપોર્ટ પર કેમ રોકવામાં આવ્યો? વાયરલ થયો વીડિયો
અક્ષય કુમારના દીકરા આરવને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો. જાણો કારણ.
બૉલિવુડના સુપર સ્ટાર અક્ષય કુમારના દીકરા આરવ સાથે હાલમાં કંઈક એવુ બન્યુ જેની ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ મુંબઈ એરપોર્ટ પર સીઆઈએસએફ કર્મીઓએ અક્ષયકુમારના દીકરા આરવને રોકી દીધો. આરવને એન્ટ્રી ગેટ પર ઉભેલા સુરક્ષા અધિકારીઓએ રોકી દીધો હતો.

વાસ્તવમાં, પ્રોટોકૉલ ફોલો કરવા માટે આરવને રોકવામાં આવ્યો હતો. આ દરમિયાન આરવે નિયમોનુ પાલન કર્યુ અને પોતાના ડૉક્યુમેન્ટ્સ ચેક કરાવ્યા. તમને જણાવી દઈએ કે આરવ હાલમાં યુકેમાં અભ્યાસ કરે છે. જો કે, એ હજુ સુધી ખબર નથ કે તે ત્યાં કયા કોર્સનો અભ્યાસ કરી રહ્યો છે. આરવના લુકની વાત કરીએ તો તે ફેબ્યુલસ લાગી રહ્યો હતો. સ્ટાર કિડે બેગી ડેનિમ પેન્ટ સાથે નેવી બ્લુ ફુલ-સ્લીવ શર્ટ પહેરેલી જોવા મળી હતી. તેણે હાથમાં જેકેટ પહેર્યુ હતુ અને માસ્ક પહેર્યુ હતુ.
આરવ વિશે એવા અહેવાલ છે કે તે પણ તેના પિતાની જેમ ફિલ્મોનો ભાગ બનશે પરંતુ હાલમાં તે તેના અભ્યાસ પર ધ્યાન આપી રહ્યો છે. અક્ષય કુમારના આ પુત્ર ઉપરાંત તેને નિતારા નામની પુત્રી પણ છે. આરવ અને નિતારા ઘણીવાર તેની મમ્મીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોવા મળે છે. ભૂતપૂર્વ અભિનેત્રીએ ગયા વર્ષે ખુલાસો કર્યો હતો કે તે તેની અને નિતારાની શિક્ષણ ફી ચૂકવે છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ઘણીવાર પોતાના બાળકો સાથે સમય પસાર કરતા જોવા મળે છે. હાલમાં, તે તેની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
