
સેક્સ એજ્યુકેશન પર બની રહી OMG 2, અક્ષયની ફિલ્મો આ પહેલા પણ સેન્સેટિવ મુદ્દા ઉઠાવી ચુકી છે
બોલિવૂડમાં ખેલાડી કુમારના નામે જાણીતો અક્ષય કુમાર તેની અલગ ફિલ્મો માટે જાણીતો છે. અક્ષયની ફિલ્મો સમયે સમયે ફિલ્મો બનાવીને સામાજીક મુદ્દા ઉઠાવે છે. હવે અક્ષયની આવનારી ફિલ્મ OMG 2 પણ વધુ એક મુદ્દો ઉઠાવવા જઈ રહી છે. OMG 2ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને આ ફિલ્મ સેક્સ એજ્યુકેશન જેવા મુદ્દે બનાવવામાં આવી રહી હોવાના અહેવાલ છે. જો કે આ પહેલી ફિલ્મ નથી, જેમાં સામાજીક મુદ્દા ઉઠાવવામાં આવ્યા હોય. આ પહેલા અક્ષયની ઘણી ફિલ્મોમાં સામાજીક મુદ્દા ઉઠાવાયા છે.

પેડમેન
અક્ષય કુમારની ફિલ્મ પેડમેન એક અલગ વિષય પર બની હતી. મહિલાઓ જેના વિશે બહુ ચર્ચા કરવાથી બચે છે તેવા સેનેડરી પેડના મુદ્દે આ ફિલ્મ બની હતી. ફિલ્મ આવ્યા બાદ તેની ખૂબ જ ચર્ચા થઈ હતી. મહિલાઓના માસિક અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓને હાઈલાઈટ કરતી ફિલ્મ ખુબ ચર્ચામાં રહી હતી.

ટોયલેટ એક પ્રેમ કથા
આજે પણ ભારતના મોટા ભાગના ગામડાઓમાં લોકો જાહેરમાં સૌચાલય કરે છે ત્યારે આ ફિલ્મમાં ટોયલેટની જરૂરીયાતનો મુદ્દો ઉઠાવાયો હતો. આ ફિલ્મમાં ખુલ્લામાં શૌચને કારણે મહિલાઓને થતી યૌન ઉત્પીડન જેવી ગંભીર સમસ્યાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો. ફિલ્મમાં ફરજીયાત ટોયલેટ બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

ઐતરાજ
આ ફિલ્મમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા વ્યક્તિના શોષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય એક કર્મચારીના રોલમાં હોય છે અને તેની બોસ સેક્સ માટે તેનુ શોષણ કરવાનો પ્રયાસ કરે છે. બોસની વાત ન માનતા તેના પર ખોટા કેસ કરીને ફસાવવામાં આવે છે. આ ફિલ્મ દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો હતો કે માત્ર પુરૂષો જ નહીં મહિલાઓ પણ પુરૂષોનું શોષણ કરી શકે છે.

ઓહ માય ગોડ
આ ફિલ્મમાં અંધશ્રદ્ધા જેવા ગંભીર મુદ્દાને ઉઠાવાયો હતો. પરેશ રાવલ અને અક્ષય સ્ટારર આ ફિલ્મમાં ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઉઠાવાયા હતા. ફિલ્મમાં એ કહેવાનો પ્રયાસ કરાયો હતો કે માણસે ભગવાન પર ભરોષો મુકીને બેસી રહેવાની જગ્યાએ પોતાના કર્મ કરતા રહેવુ જોઈએ.

રક્ષાબંધન
આ ફિલ્મમાં દહેજના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. એક પરિવારને દિકરીના લગ્નમાં દહેજને કારણે આવતી સમસ્યાઓ પર આ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં એ દેખાડવાનો પ્રયાસ કરાયો હતો કે દહેજ એ કેવી મોટી સમસ્યા છે અને તેનાથી કેટલુ નુકસાન થાય છે.