'નીરજા' અને 'રૂસ્તમ'ને એનાયત થયા નેશનલ ફિલ્મ એવોર્ડ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં બુધવારે 64મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સૂચના અને પ્રસારણ મંત્રી વૈંકેયા નાયડૂ તથા સૂચના અને પ્રસારણ મંત્રી રિટાયર્ડ કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડની હાજરીમાં તમામ કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

અક્ષય કુમારને નેશનલ એવોર્ડ

અક્ષય કુમારને નેશનલ એવોર્ડ

અનેક વિવાદોનો અને ચર્ચાઓ બાદ આખરે બુધવારના રોજ નેશનલ એવોર્ડ સમારંભમાં અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ અક્ષય કુમારને ફિલ્મ રૂસ્તમ અને એરલિફ્ટ માટે આપવામાં આવ્યો છે.

અક્ષયનો ખુશહાલ પરિવાર

અક્ષયનો ખુશહાલ પરિવાર

અક્ષય કુમારને એવોર્ડ એનાયત થયો ત્યારે પત્ની ટ્વીંકલ ખન્ના અને આરવ ભાટિયા પણ હાજર રહ્યા હતાં. છેલ્લા 27 વર્ષોથી અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને આ તેમનો પહેલો એવોર્ડ છે.

સોનમ કપૂરને નીરજા માટે એવોર્ડ

સોનમ કપૂરને નીરજા માટે એવોર્ડ

નીરજા ફિલ્મની ભૂમિકા માટે સોનમ કપૂરને ફીચર ફિલ્મ શ્રેણી માટે વિશેષ ઉલ્લેખ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોનમ કપૂર સાથે પિતા અનિલ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ અહુજા પણ જોવા મળ્યા હતા.

આનંદ અહુજા અને અનિલ કપૂર

આનંદ અહુજા અને અનિલ કપૂર

સોનમ કપૂર એવોર્ડ લેવા માટે સ્ટેજ પર પહોંચી ત્યારે પિતા અનિલ કપૂરનો ઉત્સાહ જાણે માતો નહોતો. તેઓ સોનમ કપૂરની તસવીર લઇ રહ્યાં હતા, આ તસવીર બુધવાર રાતથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. અનિલની બાજુમાં સોનમના બોયફ્રેન્ડ આનંદ અહુજા જોવા મળે છે, જે ખુશીથી તાળી વગાડી રહ્યાં છે.

કુમાર પરિવાર

કુમાર પરિવાર

એવોર્ડ લેવા જતાં પહેલાં અક્ષય તથા ટ્વીંકલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સુંદર ફેમિલી ફોટો પોસ્ટ કર્યો હતો. ટ્વીંકલે કેપ્શનમાં લખ્યું હતું, હવે હું ફાઇનલી અક્ષય કુમારને મારા ટ્રોફી હસબન્ડ તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરી શકું છું.

ઝાયરા વસીમ

ઝાયરા વસીમ

દંગલ ગર્લ ઝાયરા વસીમને પણ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઝાયરાએ ફિલ્મ દંગલમાં નાની ગીતા ફોગાટનો રોલ ભજવ્યો હતો. ઝાયરાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ આપવામાં આવ્યો.

બેસ્ટ ચાઇલ્ડ ફિલ્મ - ધનક

બેસ્ટ ચાઇલ્ડ ફિલ્મ - ધનક

ફિલ્મ ધનકને બેસ્ટ ચાઇલ્ડ ફિલ્મનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર નાગેષ કૂકુનરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

સુરભિ જ્યોતિ

સુરભિ જ્યોતિ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સુરભિ જ્યોતિને બેસ્ટ એક્ટર ફીમેલનો નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. સોનમ કપૂર સાથે સેલ્ફી લેતો સુરભિનો આ કેન્ડીડ ફોટો એવોર્ડ સમારંભનો જ છે.

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ - મોહનલાલ

સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ - મોહનલાલ

મલયાલમય સુપરસ્ટાર મોહનલાલને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

શિવાય

શિવાય

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટનો સ્પેશિયલ એવોર્ડ અજય દેવગણ દિગ્દર્શિત ફિલ્મ શિવાયને એનાયત થયો હતો.

પિંક

પિંક

શૂજિત સિરકારની ફિલ્મ પિંકને બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

English summary
Akshay Kumar and Sonam Kapoor receives their National Awards.
Please Wait while comments are loading...