નરાધમ ખૂની બનવા માંગે છે ખેલાડી અક્ષય કુમાર
મુંબઈ, 29 જાન્યુઆરી : બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર હવે વિલન બની નરાધમ ખૂનીનો રોલ કરવા માંગે છે. તેમણે પોતાની આ ઇચ્છા મીડિયા સામે ત્યારે વ્યક્ત કરી કે જ્યારે તેઓ પોતાની આવનાર ફિલ્મ સ્પેશિયલ 26ના પ્રમોશન માટે નિકળ્યા હતાં. આ ફિલ્મમાં અક્ષય કુમાર સીઆઈડી ઑફિસરનો રોલ કરી રહ્યાં છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન અક્ષય કુમારે જણાવ્યું - મેં પોતાના જીવનમાં હીરોના રોલ કર્યાં, રોમાંસ, કૉમેડી, બધુ કર્યું. હવે ફુલ ફ્લેજ વિલન બનવા માંગુ છું કે જે કોઈ નરાધમ કરતાં ઓછો ન હોય. તેની અંદર જરા પણ દયા ન હોય. હું એવો નરાધમ ખૂની બનવા માંગુ છું કે જે કોઈને પણ બખ્શે નહીં. ફિલ્મમાં ઢગલોબંધ એક્શન હોય.
અક્ષયની ખેલાડી સિરીઝ ઉપર નજર નાંખીએ, તો ખિલાડી (1992)થી શરુઆત કર્યા પછી અક્ષયે મૈં ખિલાડી તૂ અનાડી (1994), સબસે બડા ખિલાડી (1995), ખિલાડિયોં કા ખિલાડી (1996), મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી (1997), ઇન્ટરનેશનલ ખિલાડી (1999), ખિલાડી 420 (2000) તથા છેલ્લે ખિલાડી 786 (2012)માં કામ કર્યું. ખેલાડી સિરીઝ અંગે અક્ષયનું કહેવું છે કે તેઓ પોતાની ફિલ્મો માટે ખાસ ચૂઝી નથી. જે સારી લાગે, તે ફિલ્મ કરી લે છે.
નીરજ પાન્ડેના દિગ્દર્શન હેઠળ બનતી સ્પેશિયલ 26 ફિલ્મ અંગે અક્ષયે જણાવ્યું કે આ પણ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેમાં તેમની સાથે મનોજ બાજપાઈ, અનુપમ ખેર, જિમ્મી શેરગિલ તથા કાજલ અગ્રવાલ છે. તેમણે જણાવ્યું - મને લાગે છે કે 2013 મારા માટે લકી સાબિત થશે અને આ ફિલ્મ જરૂર હિટ થશે. ફિલ્મ 8મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
