For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતના મોત બાદ છેડાયેલી નેપોટિઝમની ચર્ચા પર હવે આલિયા ભટ્ટની મા આવી સામે

નેપોટિઝમને લઈને ઘણુ બધુ સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યુ છે. આલિયા ભટ્ટની મા સોની રાઝદાને કમેન્ટ કરી છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલિવુડમાં નેપોટિઝમ અને અમુક લોકોના દબદબા વિશે ચર્ચા છેડાઈ ચૂકી છે. સતત એ કહેવામાં આવી રહ્યુ છે કે અમુક લોકોને માત્ર એટલા માટે કામ મળી જાય છે કે તે કોઈ નિર્દેશક કે એક્ટરના દીકરા-દીકરી છે. વળી, બહારના લોકો સાથે ઘણો પક્ષપાત પણ થાય છે. સલમાન ખાન, કરણ જોહર, આલિયા ભટ્ટ જેવા ઘણા સ્ટાર્સ વિશે ઘણુ બધુ સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યુ છે. આ વિશે હવે આલિયા ભટ્ટની મા સોની રાઝદાને કમેન્ટ કરી છે.

નેપોટિઝમ પર બોલી રહેલા લોકો પોતાના બાળકોને ઈન્ડસ્ટ્રીમાં આવતા રોકશે

નેપોટિઝમ પર બોલી રહેલા લોકો પોતાના બાળકોને ઈન્ડસ્ટ્રીમાં આવતા રોકશે

સોની રાઝદાને ફિલ્મ નિર્માતા હંસલ મહેતા તરફથી કરાયેલ ટ્વિટ પર લખ્યુ, કોઈ ચર્ચિત વ્યક્તિનો દીકરો કે દીકરી હોવા પર લોકોને તમારાથી આશા પણ ઘણી હોય છે. એ પણ છે કે આજે જે ભાઈ-ભત્રીજાવાદ વિશે બોલી રહ્યા છે તેમના ખુદના પણ એક દિવસે બાળકો થશે. કાલે તેમના બાળકો ઈન્ડસ્ટ્રીમાં શામેલ થવા ઈચ્છશે તો શું તેમને આમ કરવાથી રોકી દેશો.

હંસમ મહેતાએ શું કહ્યુ હતુ

નેપોટિઝમ પર ચાલી રહેલી ચર્ચા વિશે હંસલ મહેતાએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે આ વિષય પર વાત કરવાની જરૂર છે. મેરિટ સૌથી વધુ મહત્વ ધરાવે છે. મારા દીકરાને જો મારા લીધે કામ મળતુ હોય તો કેમ નહિ. તે મારા સર્વશ્રેષ્ઠ કામનો હિસ્સો રહ્યો છે કારણકે તે ટેલેન્ટેડ છે, મહેનતી છે અને તેનામાં પણ મારા જેવા ગુણ છે. એટલા માટે નહિ કે તે મારો દીકરો છે. હંસલે કહ્યુ કે, 'હું ફિલ્મ બનાવીશ માત્ર એટલા માટે નહિ કે હું મારા દીકરાને પ્રોડ્યુસ કરીશ. જો કે એક પિતા હોવાના નાતે હું તેના કરિયર માટે કરીશ. હા એણે પોતાનુ કરિયર ખુદ બનાવવાનુ છે પિતાને નહિ. પરંતુ આ સત્ય છે કે એક પિતાના છાયા દીકરા માટે સૌથી વધુ ફાયદો અને સૌથી મોટો પડકાર હોય છે બંને માટે.'

ઘણા સ્ટાર્સે ઉઠાવ્યા નેપોટિઝમનો મુદ્દો

ઘણા સ્ટાર્સે ઉઠાવ્યા નેપોટિઝમનો મુદ્દો

14 જૂને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસ આ કેસની તપાસ કરી રહી છે અને ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પોલિસે આત્મહત્યાને જ સુશાંતના મોતનુ કારણ માન્યુ છે. સુશાંતના મોત બાદ બૉલિવુડમાં નેપોટિઝમ પર ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે કરણ જોહર, એકતા કપૂર જેવા લોકો સુશાંતને પસંદ નથી કરતા અને કામ નથી આપતા જેના માટે તે તણાવમાં હતા. કથિત રીતે સલમાન ખાન અને કરણ જોહરે તેમને ફિલ્મોમાંથી કાઢી દેવા વિશે પણ વાતો છે. આ બધા વિશે સોશિયલ મીડિયા પર સલમાન ખાન, કરણ જોહર જેવા સ્ટાર્સને ખરુખોટુ સંભળાવવામાં આવી રહ્યુ છે. કંગના રનોત જેવા ઘણા સ્ટાર્સ પણ આ વિશે બોલી રહ્યા છે.

પાયલ રોહતગીએ કહ્યુ - સુશાંતની હત્યા થઈ છે, આ વ્યક્તિ પર ઉઠાવ્યા સવાલપાયલ રોહતગીએ કહ્યુ - સુશાંતની હત્યા થઈ છે, આ વ્યક્તિ પર ઉઠાવ્યા સવાલ

English summary
Alia Bhatt mother Soni Razdan reaction over nepotism in bollywood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X