Pics : હાઈવેની સફરે નિકળ્યાં આલિયા ભટ્ટ
મુંબઈ, 9 મે : ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે. ઇમ્તિયાઝ અલી, આલિયા ભટ્ટ, રણદીપ હુડા સહિત સમગ્ર ફિલ્મની ટીમ શૂટિંગ માટે હાઈવેની સફરે છે.
પ્રથમ જ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે સફળતા પ્રાપ્ત કરનાર આલિયા ભટ્ટની આ બીજી ફિલ્મ છે અને તેઓ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ જ ખુશ છે. શૂટિંગ માટે આલિયા ભટ્ટ સહિત આખી ટીમ વિવિધ હાઈવે ઉપરની સફરે છે. અત્યાર સુધી દિલ્હી, રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોના હાઈવે ઉપર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.
અભિનેતા રણદીપ હુડા તેમજ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મ હાઈવેમાં લીડ રોલમાં છે. તેનું નિર્માણ બીજા તબક્કામાં છે. ફિલ્મ છ રાજ્યો દિલ્હીથી રાજસ્થાન, હરિયાણાથી હિમાચલ તેમજ પંજાબથી કાશ્મીરની સડકો ઉપર કેન્દ્રિત છે. હાઈવે ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન તૈયાર કરી રહ્યાં છે. જબ વી મેટ, લવ આજ કલ તથા રૉકસ્ટાર માટે જાણીતા ઇમ્તિયાઝ હાઈવે અંગે ખૂબ જ આશાન્વિત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ વીરા તરીકે દેખાશે. હાઈવે આગામી 13મી ડિસેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.
આવો તસવીરો દ્વારા માણીએ હાઈવેની સફર.

હાઈવેની સફરે હાઈવેની ટીમ
હાઈવે ફિલ્મના એક દૃશ્યમાં ઇમ્તિયાઝ અલી.

હાઈવેની સફરે હાઈવેની ટીમ
હરિયાણાના ગુડગાંવ ખાતે ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટને સીન સમજાવતાં ઇમ્તિયાઝ અલી.

હાઈવેની સફરે હાઈવેની ટીમ
રાજસ્થાનમાં અલવર નજીક એક ઢાબા ઉપર ભોજન કરતાં ઇમ્તિયાઝ અલી તથા અનિલ મહેતા.

હાઈવેની સફરે હાઈવેની ટીમ
દિલ્હીના એક હાઈવે ઉપર શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ તથા અકી નરૂલા.

હાઈવેની સફરે હાઈવેની ટીમ
શૂટિંગ માટે જયપુરથી બસ દ્વારા બીકાનેર જતાં આલિયા ભટ્ટ.

હાઈવેની સફરે હાઈવેની ટીમ
પંજાબમાં એક હાઈવે ઉપર શૂટિંગ માટે પહોંચ્યાં આલિયા ભટ્ટ.












Click it and Unblock the Notifications
