બેબી બમ્પ સાથે શુટીંગ કરતી જોવા મળી આલિયા ભટ્ટ, સેટ પરથી ફોટો લીક!
બોલિવૂડ સુપરસ્ટાર આલિયા ભટ્ટ આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે, અને તે સાથે ઘણું કામ પણ કરી રહી છે.
બોલિવૂડ સુપરસ્ટાર આલિયા ભટ્ટ આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે, અને તે સાથે ઘણું કામ પણ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ સક્રિય દેખાય છે, અને તેના ચાહકોને પોતાના વિશે અપડેટ કરતી રહે છે. તેણે હાલમાં જ તેની હોલિવૂડ ડેબ્યુ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

ફિલ્મના શેટથી ફોટો લીક
શૂટના અંતે આલિયાએ 'વન્ડર વુમન' ફેમ ગેલ ગેડોટ સાથે એક સેલ્ફી પણ શેર કરી હતી, જેમાં તે હોલીવુડ અભિનેત્રીને ગળે લગાવતી જોવા મળી હતી. પરંતુ, હવે આલિયા ભટ્ટની કેટલીક વધુ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

આલિયાનો બેબી બમ્પ
ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'ના સેટ પરથી અભિનેત્રીની કેટલીક તસવીરો લીક થયા બાદ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેનું મુખ્ય કારણ ફોટોમાં દેખાતો આલિયા ભટ્ટનો બેબી બમ્પ છે. આ તસવીરોમાં આલિયા સખત મહેનત કરતી જોઈ શકાય છે.

આલિયા પ્રેગ્નેન્સી સાથે કામ કરી રહી છે
આલિયા પ્રેગ્નેન્સી પીરિયડમાં પણ સતત કામ કરી રહી છે, જના તેના ફેન્સ પણ જોરદાર વખાણ કરી રહ્યા છે. બેબી બમ્પ સાથે આલિયાની આ પહેલી તસવીર છે.

આલિયા એક્શન મોડમાં જોવા મળી
ફોટામાં આલિયા ખાખી કલરના જમ્પશૂટમાં જોવા મળી રહી છે, જેમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ જોઈ શકાય છે. આલિયા શૂટિંગ સેટ પર છે અને એક્શન સીન વિશે ટીમ સાથે વાતચીત કરતી જોવા મળે છે. આ તસવીરો પર લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આલિયાએ શુટીંગ પુરૂ કર્યુ
આલિયાએ શુક્રવારે જ તેની હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આલિયાએ ગેલ ગડોટ સાથેનો પોતાનો ફોટો શેર કરીને ફેન્સને આ વિશે જાણકારી આપી હતી.
એપ્રિલમાં રણબીર સાથે લગ્ન કર્યા હતા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલમાં જ લગ્ન કર્યા હતા. લગ્નના 2 મહિના પછી જૂનમાં આલિયાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્યૂટ અંદાજમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે રણબીર કપૂર સાથે ક્લિનિકમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવતી જોઈ શકાય છે. ચાહકોથી લઈને સેલેબ્સ સુધી, આલિયા અને રણબીરને અભિનંદન.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
