નેશનલ અવૉર્ડ વિજેતા અલ્લુ અર્જૂન પાસે કરોડોની વેનિટી વેન, પ્રાઈવેટ જેટ, મોંઘી ગાડીઓ, સંપત્તિ જાણીને ચોંકી જશો
Allu Arjun Net Worth: સાઉથ ફિલ્મોના મેગાસ્ટાર અલ્લુ અર્જુને પોતાની જોરદાર એક્ટિંગથી લોકોના દિલમાં એક અલગ જ સ્થાન મેળવ્યુ છે. તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' બાદ હિન્દી બેલ્ટમાં પણ ઘણો ફેમસ થઈ ગયો છે. આ ફિલ્મના કારણે અલ્લુ અર્જુને દેશ ઉપરાંત વિદેશમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
તેની ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણી કમાણી કરી હતી અને હવે આ ફિલ્મના કારણે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તમને જણાવી દઈએ કે તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જનને તેની બ્લૉકબસ્ટર ફિલ્મ 'પુષ્પા' માટે શ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

અલ્લુ અર્જુન નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓની જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. આવો જાણીએ અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ અને વાર્ષિક કમાણી વિશે.
તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જુન વૈભવી જીવનશૈલી જીવે છે. તેની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીના ધનિક કલાકારોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન પાસે હાલમાં કુલ 350 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફિલ્મો સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શોમાંથી પણ ઘણી કમાણી કરે છે.
અલ્લુ અર્જુન એક મહિનામાં 2 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. આવી સ્થિતિમાં તેની વાર્ષિક કમાણી લગભગ 24 કરોડ રૂપિયા છે. ફિલ્મોની સાથે અલ્લુ અર્જુન ઘણી બ્રાન્ડ્સની જાહેરાત પણ કરે છે. તે એક જાહેરાત માટે 4 કરોડ રૂપિયા લે છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુને હૈદરાબાદની એક હેલ્થકેર સંસ્થામાં પણ રોકાણ કર્યું છે.
અલ્લુ અર્જુનની લાઈફસ્ટાઈલ એકદમ લક્ઝુરિયસ છે. તે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક આલીશાન બંગલામાં તેના પરિવાર સાથે રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યુબિલી હિલ્સને હૈદરાબાદનો સૌથી પૉશ વિસ્તાર માનવામાં આવે છે. ત્યાં સ્થિત અલ્લુ અર્જુનનું ઘર ખૂબ જ સુંદર છે. આ લક્ઝુરિયસ ઘરમાં ખાનગી પૂલ છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. હૈદરાબાદમાં આ ઘર સિવાય અલ્લુ અર્જુને વર્ષ 2015માં મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું હતું.
અલ્લુ અર્જુનને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે શ્રેષ્ઠ કારોનું કલેક્શન છે. અલ્લુ અર્જુનની માલિકીની કારમાં રેન્જ રોવર વોગ, હમર H2, વોલ્વો XC90 T8 એક્સેલન્સ, મર્સિડીઝ GLE 350d, Jaguar XJ L અને BMW X6 M Sportનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે. આ સાથે અલ્લુ અર્જુન પાસે પર્સનલ વેનિટી વેન 'ધ ફાલ્કન' પણ છે, જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.












Click it and Unblock the Notifications
