Allu Arjun Net Worth : પુષ્પા ફેમ અલ્લુ અર્જુન કેટલી સંપતિનો માલિક છે? એક ફિલ્મ માટે વસૂલે છે આટલા કરોડ
Allu Arjun Net Worth : સાઉથનો સુપર સ્ટાર અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2 સાથે સાથે પોલીસ કેસને લઈને ચર્ચામાં છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન મહિલાના મોતને લઈને તેની ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો છે.
એક તરફ ફિલ્મ પુષ્પા 1 એક હજાર કરોડથી વધારેનો બિઝનેસ કરી ચુકી છે અને હજુ પણ દોડી રહી છે તો બીજી તરફ અલ્લુ અર્જુનની ધરપકડ થતા મોટો વિવાદ સર્જાયો છે.
જણાવી દઈએ કે, પુષ્પા 2 માટે અલ્લુ અર્જુને અધધ 300 કરોડ રૂપિયાની ફી લીધી છે. એટલુ જ નહીં આ સિવાય તે કરોડોની સંપતિનો માલિક છે.

અલ્લુ અર્જુન 460 કરોડની પ્રોપર્ટીનો માલિક છે
અલ્લુ અર્જુન વૈભવી લાઈફ જીવે છે અને સાઉથના સૌથી ધનિક એક્ટરોમાંથી એક છે. અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે 150 થી 200 કરોડ રૂપિયા લે છે. અલ્લુ અર્જુને ફિલ્મ પુષ્પા 2 માટે મેકર્સ પાસેથી 300 કરોડ રૂપિયા લીધા છે. અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 460 કરોડ રૂપિયા છે.
અલ્લુ અર્જુન ક્યાંથી રૂપિયા કમાય છે?
હાલ અલ્લુ અર્જુન તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક છે અને ઘણા બિઝનેસમાંથી કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત અલ્લુ અર્જુન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, સોશિયલ મીડિયા પોસ્ટ અને સ્ટેજ શોથી મોટી કમાણી કરે છે. અલ્લુ અર્જુન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અહાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ મોટી કમાણી કરે છે.
અલ્લુ અર્જુનના ઇન્સ્ટાગ્રામ પર 25 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે પ્રમોશનલ પોસ્ટથી મોટી કમાણી કરે છે. તે સોશિયલ મીડિયા પર ઉત્પાદનોનો પ્રચાર કરીને સારી એવી કમાણી કરે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અનુસાર, અલ્લુ અર્જુન KFC, Frooti, Rapido, Hero Motocop, RedBus અને Hotstar જેવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે અને પ્રતિ બ્રાન્ડ 6 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
મહેલ જેવા ઘરમાં રહે છે અલ્લુ અર્જુન
અલ્લુ અર્જુન વૈભવી જીવન જીવે છે અને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક આલીશાન બંગલામાં તેના પરિવાર સાથે રહે છે. અલ્લુ અર્જુનનું ઘર ખૂબ જ સુંદર છે. તેનું ઈન્ટીરીયર ખુબ જ અદભુત છે. આ લક્ઝુરિયસ હાઉસમાં પ્રાઈવેટ પૂલ પણ છે. આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા છે. હૈદરાબાદના આ ઘર સિવાય અલ્લુ અર્જુને વર્ષ 2015માં મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ લીધો છે.












Click it and Unblock the Notifications
