સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂને પત્ની સ્નેહા પર વરસાવ્યો પ્રેમ, લગ્નની 13મી વર્ષગાંઠ પર શેર કર્યા Unseen Photos
Allu Arjun Wedding Anniversary: સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુને બુધવારે તેમની 13મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. તેમણે આ ખાસ અવસર પર તેમની પત્ની સ્નેહા રેડ્ડીને એક હૃદયસ્પર્શી પોસ્ટ લખીને અભિનંદન પાઠવ્યા. અલ્લુએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પત્ની સ્નેહા સાથે બે તસવીરો શેર કરી હતી, જેમાંથી એક તેમના લગ્નની હતી.
કેપ્શનમાં અભિનેતાએ લખ્યું, "હેપ્પી એનિવર્સરી ડિયર... હવે 13 વર્ષ થઈ ગયા છે, તારા સાથના કારણે જ મારો વિકાસ થયો છે. તારી શાંતિ મને એવી ઉર્જા પ્રદાન કરે છે જે સમયના અંત સુધી અથવા તેના પછી પણ ટકી રહેશે.''

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન તેના એક મિત્રના લગ્ન માટે યુએસ ગયો હતો. આ લગ્નમાં જ અર્જુનના મિત્રએ તેનો પરિચય સ્નેહા રેડ્ડી સાથે કરાવ્યો હતો. સ્નેહા પણ અહીં લગ્નમાં હાજરી આપવા આવી હતી. અલ્લુ અર્જુન માટે તે પહેલી નજરનો પ્રેમ હતો. અર્જુન સ્નેહાને મળતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગયો. બંનેએ થોડીવાર એકબીજા સાથે વાત કરી, પરંતુ લગ્નમાં તેઓ વધારે વાત કરી શક્યા નહીં.
અર્જુન ભારત પાછો ફર્યો પરંતુ સ્નેહાને તેના મગજમાંથી બહાર કાઢવામાં અસમર્થ હતો. અર્જુનના મિત્રો પણ તેના પર સ્નેહાને મેસેજ કરવાનું દબાણ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં અર્જુને સ્નેહાને મેસેજ કર્યો અને સ્નેહાએ પણ જવાબ આપ્યો. આ રીતે બંને ફોન પર ચેટિંગ કરવા લાગ્યા. થોડો સમય એકબીજા સાથે વાત કર્યા પછી બંનેએ મળવાનું નક્કી કર્યું.

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની પહેલી મુલાકાત સારી રહી અને ત્યારપછી બંને વારંવાર મળવા લાગ્યા. ડેટિંગની શરૂઆત આ રીતે થઈ. શરૂઆતના દિવસોમાં બંનેએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા હતા. કેટલાક વર્ષોના ડેટિંગ પછી અલ્લુ અર્જુનના પિતાને બંને વિશે ખબર પડી. જ્યારે તેણે અર્જુનને આ વિશે પૂછ્યું તો અભિનેતાએ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
સ્નેહા રેડ્ડી બિઝનેસમેન કેસી શેખર રેડ્ડી અને કવિતા રેડ્ડીની પુત્રી છે. કેસી શેખર રેડ્ડીએ અલ્લુ અર્જુનના સંબંધોને ફગાવી દીધા હતા. આવી સ્થિતિમાં બંનેના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધ હતા, પરંતુ અલ્લુ અર્જુન અને સ્નેહા બંને એકબીજા વગર રહેવા તૈયાર ન હતા. અલ્લુ અર્જુન અને સ્નેહા બંને તેમની જીદ પર અડગ રહ્યા, તેથી પરિવારજનોએ સંમત થવું પડ્યું. 26 નવેમ્બર 2010ના રોજ અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડીની સગાઈ થઈ.

2011માં અલ્લુ અર્જુને હૈદરાબાદમાં સ્નેહા સાથે લગ્ન કર્યા હતા. આ દંપત્તિને બે બાળકો છે, પુત્રનું નામ અયાન અને પુત્રીનું નામ અરહા છે. અલ્લુ અર્જુન 'પુષ્પા' ફ્રેન્ચાઇઝીના બીજા પાર્ટની રિલીઝ માટે તૈયાર છે. 'પુષ્પાઃ ધ રૂલ' નામની આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થશે.













Click it and Unblock the Notifications
