Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ત્રણ અલગ ઘરોમાં રહે છે અમિતાભ, જયા અને અભિષેક-ઐશ્વર્યાઃ અમરસિંહના ખુલાસા

સૌથી નજીક ગણાતા અમર સિંહે એક ખૂબ જ વિસ્ફોટક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પરિવારની ધજિયા ઉડાવી દીધી હતી.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધે ઘણા ઉતાર ચડાવ જોયા છે અને જે લોકો તેમને નજીકથી જાણે છે તે ઘણીવાર દબાયેલા સ્વરમાં આ વિશે વાત કરતા હોય છે. પરંતુ તેમના સૌથી નજીક ગણાતા અમર સિંહે એક ખૂબ જ વિસ્ફોટક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના પરિવારની ધજિયા ઉડાવી દીધી હતી. જો કે બાદમાં અમર સિંહે આ ઈન્ટરવ્યુ માટે માફી માંગી પરંતુ તેમણે એ વાતનો ક્યારેય નકારી નહિ કે ઈન્ટરવ્યુમાં કહેલી વાતો સાચી નહોતી.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધ વિશે ખુલાસા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધ વિશે ખુલાસા

આ ઈન્ટરવ્યુમાં અમર સિંહે પરિવાર વિશે ઘણી અંગત વાતો ઉઘાડી પાડી હતી જેમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધ અને પોતાના સાસુ સસરા સાથે જયા બચ્ચનનો ખરાબ વ્યવહાર સુદ્ધા શામેલ હતો.

આગળ વાંચો તેમનો આ વિસ્ફોટક ઈન્ટરવ્યુ

આગળ વાંચો તેમનો આ વિસ્ફોટક ઈન્ટરવ્યુ

અમરસિંહે ત્યાં સુધી કહ્યુ હતુ કે બચ્ચન પરિવાર તેમના પર આરોપ લગાવે છે કે તેમણે પતિ-પત્નીના સંબંધો ખરાબ કર્યા પરંતુ એવુ નહોતુ. વાંચો તેમનો આ વિસ્ફોટક ઈન્ટરવ્યુ -

અલગ બંગલોમાં રહે છે

અલગ બંગલોમાં રહે છે

મે ક્યારેય નથી કહ્યુ કે હવે અમિતાભ બચ્ચન - જયા બચ્ચન અલગ અલગ રહે છે. લોકોએ મારા પર આરોપ લગાવ્યો કે મે ઝઘડો કરાવ્યો અને એ બંને(અમિતાભ-જયા)ને અલગ કરાવ્યા. મે કહ્યુ જ્યારે હું તેમને મળ્યો ત્યારે અમિતાભ બચ્ચન પ્રતીક્ષા (બચ્ચન ફેમિલીનો મુંબઈનો એક બંગલો)માં રહેતા હતા અને જયા, જલસા (બચ્ચન ફેમિલીનો મુંબઈનો બીજો બંગલો)માં રહેતા હતા.

માતાપિતાની નહોતી કરી ઈજ્જત

માતાપિતાની નહોતી કરી ઈજ્જત

જયા બચ્ચનનો વ્યવહાર તેજી બચ્ચન સાથે અને હરિવંશ રાયજી (અમિતાભ બચ્ચનના માતાપિતા) સાથે બહુ જ ખરાબ હતો. પહેલા તો અમિતાભ જોતા રહ્યા.. પરંતુ જયાના વ્યવહારથી વ્યથિત થઈને એ બંનેએ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો હતો.

શ્રવણ કુમાર છે અમિતાભ બચ્ચન

શ્રવણ કુમાર છે અમિતાભ બચ્ચન

મે શ્રવણકુમાર વિશે વાંચ્યુ છે... શ્રવણ કુમારને મે અમિતાભ બચ્ચન રૂપે જોયા છે. જ્યારે જયા બચ્ચને હરિવંશ રાયજી અને તેજીજીનુ અપમાન કર્યુ. એ અપમાનથી વ્યથિત થઈને અમિતાભ બાંદ્રા ગયા. પછી અહીં (દિલ્લી)ના ગુલમહોર માર્ગના સોપાન નામના ઘરમાં રહેવા લાગ્યા.

બંને વીસ વર્ષથી અલગ રહે છે

બંને વીસ વર્ષથી અલગ રહે છે

એ ત્રણે અલગ અલગ ઘરોમાં રહે છે...અભિષેક-ઐશ્વર્યા અલગ ઘરમાં રહે છે.. જયા અલગ ઘરમાં રહે છે... અમિતાભ અલગ ઘરમાં રહે છે. હું મારી સફાઈમાં એ કહી રહ્યો છુ કે મે તેમને અલગ નથી કરાવ્યા. એ તેમના કારણોથી અલગ છે. બંનેના લગ્નમાં મતભેદ છે કે નહિ તેના પર ટિપ્પણી નહિ કરુ પરંતુ બંને વીસ વર્ષથી અલગ રહે છે.

બહુ અઘરો હતો નિર્ણય

બહુ અઘરો હતો નિર્ણય

જ્યારે માતાપિતા બિમાર પડ્યા તો અમિતાભ તેમને લઈને પ્રતીક્ષા(મુંબઈવાળા બંગલા)માં ગયા. ત્યાં પણ પોતાની પત્નીના વ્યવહાર અને આચરણને જોતા તેમણે પોતાની પત્નીને અલગ ઘર આપી દીધુ. અને પત્ની વિના પોતાના માતાપિતા સાથે અમિતાભ અલગ ઘરમાં રહેવા લાગ્યા.

પહેલા જ આપી હતી ચેતવણી

પહેલા જ આપી હતી ચેતવણી

જયા બચ્ચનને જ્યારે હું પાર્ટી(રાજકારણ)માં લાવી રહ્યો હતો ત્યારે અમિતાભ બચ્ચને મને સચેત કર્યો હતો કે આ નિર્ણય સમજી વિચારીને લેજે. પરંતુ મને કંઈ સમજમાં ન આવ્યા. મને બચ્ચન પરિવારથી કોઈ પ્રોબ્લેમ નથી. બસ મને તેમનાથી દૂર રાખો. જો કે ઐશ્વર્યા ખૂબ જ પ્રેમાણ બચ્ચી છે. તેણે હંમેશા મને સમ્માન આપ્યુ છે. અભિષેકે પણ મને હંમેશા ઈજ્જત આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X