અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી, જાણો શું છે પુરો કેસ?
ડ્રામા ક્વિન રાખી સાવંતની મુશ્કેલી વધી છે. મળી રહેલી વિગતો અનુસાર, અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી છે.
બોલિવૂડમાં સતત બબાલો ઉભી કરનારી ડ્રામા ક્વિન રાખી સાવંતની મુશ્કેલી વધી છે. મળી રહેલી વિગતો અનુસાર, અંબોલી પોલીસે રાખી સાવંતની ધરપકડ કરી છે. એક તરફ રાખી તેની માતાની તબિયતને લઈને મુશ્કેલીમાં છે ત્યારે હવે તે પોલીસના ચક્કરમાં ફસાઈ છે. રાખીની માતા બ્રેઈન ટ્યૂમર અને કેન્સર સામે લડી રહી છે અને હોસ્પિટલમાં છે ત્યારે પોલીસે શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંતની ધરપકડ કરી છે.

રાખી સાવંતની ધરપકડ
અંબોલી પોલીસે રાખી સાવંત સામે FIR 883/2022 અંતર્ગત કાર્યવાહી કરી છે. 18 જાન્યુઆરીએમુંબઈ પોલીસ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી રદ કરી હતી. આજે રાખી સાવંત ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી. પરંતુ તે પહેલા જ તેની ધરપકડ કરાઈ છે.

શર્લિન ચોપરાએ માહિતી શેર કરી
આ બાબતે શર્લિન ચોપરાએ ટ્વિટર કરીને માહિતી શેર કરી છે. શર્લિન ચોપરાએ ટ્વિટમાં જણાવ્યુ કે,FIR 883/2022ના સંબંધમાં રાખીની ધરપકડ કરાઈ છે. અગાઉ એબીએ 1870/2022ને મુંબઈ પોલીસ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. શર્લિન ચોપરાએ રાખી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
BREAKING NEWS!!!
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
શર્લિન ચોપરાએ એફઆરઆઈ નોંધાવી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈ પોલીસે શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંત વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની કલમ હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. શર્લિન ચોપરાએ આરોપ લગાવ્યો છે કે, રાખી સાવંતે શર્લિન ચોપરાનો વિવાદાસ્પદ વીડિયો બધાને બતાવ્યો અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શર્લિન વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો.

રાખીની માતા બિમાર છે
આ દિવસોમાં રાખી સાવંત તમામ તરફથી મુશ્કેલીમાં ઘેરાયેલી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેની માતાની બીમારી વિશે જાણકારી આપી હતી. રાખીએ જણાવ્યું હતું કે તેની માતાની હાલત એટલી ખરાબ છે કે તે ન તો કોઈની સાથે વાત કરી રહી છે અને ન તો કોઈને ઓળખી શકે છે.

રાખીને મિસકૈરેજ થયુ હતુ
આ સિવાય રાખી સાવંતે તેના મિસકૈરેજ વિશે પણ માહિતી આપી હતી. વિરલ ભાયાણી અનુસાર, અભિનેત્રીએ વાતચીતમાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેને મિસકૈરૈજ થયું હતું. જો કે આદિલ દુર્રાનીએ રાખીના કસુવાવડના સમાચારને ફગાવી દીધા હતા. આદિલે કહ્યું કે આ ફેક ન્યૂઝ છે અને દરેકને આ પ્રકારના સમાચાર ન ફેલાવવાની વિનંતી પણ કરી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
